અખિલ ભારતિય વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાનું અમરેલી જીલ્લામાં સદસ્યતા અભિયાન શરૂ કરતા રાજુલા બારોટ સમાજ ગામડે ગામડા ખુંદી ઉદાસી બાપુના આશ્રમ આદસંગ ખાતે બેઠક પહેલા અખિલ ભારતીય વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાનું અમરેલી જિલ્લામાં તેમજ મહુવા, તળાજા, ગારીયાધાર, ઉના, જુનાગઢ, રાજકોટ, ભાવનગર મોરબી, જામનગર સુધીના કાર્યકરોનું વિશાળ સંમેલનના રૂપમાં રાજુલા નજીક ઉદાસી સંત પ્રેમદાસ બાપુના આશ્રમે દીલીપભાઈ પુજાભાઈ લગ્ધીર અને અમરૂભાઈ બારોટ દ્વારા રાખેલ પ્રથમ બાપુની સમાધી પુજન અને મહાપ્રસાદ તેમજ વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાની અગત્યની સદસ્યતા અભિયાન અંતર્ગત જનરલ બેઠક નિમિત્તે રાજુલાના બારોટ સમાજ આગેવાનો કિશોરભાઈ રેણુકા, દેવકુભાઈ મનાતર, હરદાનભાઈ સોનરાત, કનુભાઈ સોનરાત, દાદાભાઈ બારોટ, દીલીપભાઈ બારોટ, તેમજ યુવા બારોટ સમાજ અને અમરેલી જિલ્લાના બાબરીયાધાર અમુલી, હિડોરડા, કાગવગર, બારપટોળીથી સાવરકુંડલા, ચલ્લાના અને અમરેલીમાં તડામાર તૈયારી સાથે સદસ્ય અભિયાનનું કામ વેગ પકડી રહ્યુ છે જેમાં સા.કુંડલાના સારગબારોટ તથા રમેશભાઈ લગ્ધીર ઉનામાં જોરૂભા બારોટ, મહુવામાં સંજયભાઈ તથા ઘનશ્યામભાઈ, અને ચીરાગભાઈ તથા રમેશભાઈ બારોટ ગારીયાધારમાં રાજુભાઈ બારોટ જહેમત ઉઠાવીને આદસંગ ધામે આગામી તારીખ ૨૦-૫ની બેઠકમાં આવનાર રાષ્ટ્રીય અધ્યક્ષ પરમેશ્વર બ્રહ્મભટ્ટ તેમજ પ્રદેશ પ્રમુખ શંભુજીરાવ બારોટ તેમજ સચીવાલયથી ખાસ ઉપસ્થિત જેનતીભાઈ બારોટ અને ગુજરાત યુવા પ્રકોષ્ઠના પ્રમુખ હીતેશભાઈ અને ખજાનચી સતીષભાઈ બારોટને સદસ્યતા અભિયાનઅને સ્થાનીક તેમજ જીલ્લાની કારોબારી રચના સુપ્રત કરાશે.