રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા અને અંધજન મંડળ અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે નવીન ફ્લોરીન મફતલાલ ગ્રુપનાં આર્થિક સહયોગથી ડીસેમ્બરનાં અંતિમ સપ્તાહમાં ભાવનગર જીલ્લાનાં દિવ્યાંગ વ્યક્તિઓને નિ:શુલ્ક સાધનોનું વિતરણ કરવામાં આવશે. જેમાં જેમાં ટ્રાયસિકલ-70 નંગ, વ્હીલ ચેર-40 નંગ, ઓર્બીટ બ્રેઇલ રાઈટર -20 નંગ, ટ્રાઈપોડ સ્ટીક-20 નંગ, આર્ટીફીશીયલ લીમ્બ્સ- 5 નંગ, ડીજીટલ હીઅરીંગ એડ-10 નંગ સહિતના સાધનો ઉપરોક્ત સાધનોનું વિતરણ વહેલા તે પહેલાનાં ધોરણે તજજ્ઞ ટીમ દ્વારા મળેલ રીપોર્ટનું મૂલ્યાંકન કરી કરવામાં આવશે. રસ ધરાવતા અરજદારોએ ટ્રાયસિકલ, વ્હીલ ચેર, ટ્રાઈપોડ સ્ટીક, આર્ટીફીશીયલ લીમ્બ્સનાં અરજદારોએ ૪*૬ ની સાઈઝનો ફોટોગ્રાફ્સ સાધનિક આધારો જેવા કે વિકલાંગતાનું પ્રમાણપત્ર, આધારકાર્ડ અને રેશનકાર્ડ સાથે નિયત અરજીમાં રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા કાર્યાલય, C/O. કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, નવા ફિલ્ટર સામે, વિદ્યાનગર, ભાવનગર ખાતે તા.20/12/2021 સુધીમાં સોમ થી શુકમાં સવારે 11 થી 5 કલાક સુધીમાં રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.