ગ્રામજનોએ શાળાના આચાર્યને જર્જરિત બાંધકામ ઉતારી લેવા રજૂઆત કરી હતી
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ઠોંડા ગામે આવેલ જર્જરિત સરકારી શાળાનો એક ઓરડાનો ભાગ એકા-એક ધરાશાયી થતાં ભારે ચકચાર મચી જવા પામી છે જોકે ઘટના સમયે શાળામાં કોઈ હાજર ન હોય આથી મોટી જાનહાનિમાં ટળી હતી. ઠોંડા ગામે મળતી વિગતો અનુસાર ઠોંડા ગામે આવેલા શાળામાં 10 જેટલા ઓરડાઓ છે ઠોંડા ઉપરાંત વાડી વિસ્તારમાં રહેતા બાળકો મોટી સંખ્યામાં અભ્યાસ કરે છે જેમાંથી 6-7 જેટલા ઓરડામાં બાળકો અભ્યાસ કરે છે, જો કે શાળાનો સમય બપોરનો હોવાથી જાનહાની ટળી હતી, આ શાળાનું બાંધકામ વર્ષો જૂનું અને જર્જરિત હાલતમાં હોય આથી ગ્રામજનોએ શાળાના પ્રિન્સિપાલને લેખિત મૌખિક રજૂઆતો કરી હતી. પરંતુ આ શાળામાં અભ્યાસ કરતાં ભૂલકાઓ તથા શિક્ષક ગણ પર જૂનવાણી બાંધકામ તૂટી પડવાની તલવાર સતત તોળાયેલી રહેતી હતી આમ છતાં આ ગંભીર બાબતે તંત્ર એ કોઈ જ લક્ષ ન આપતાં આજરોજ વહેલી સવારે શાળાનું જર્જરિત બાંધકામ એકાએક તૂટી પડ્યું હતું પરિણામે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
જોકે ઘટના સમયે શાળામાં કોઈ હાજર ન હોય અને વહેલી સવારે ર્દુઘટના ઘટતા મોટી જાનહાનિ ટળી હતી, આ બનાવની જાણ તંત્ર તથા લોકો ને થતાં લોકો ના ટોળેટોળાં શાળાએ દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. આ બનાવને લઈને વાલીઓ તથા ગ્રામજનોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે તથા ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે કે પડી ગયેલી શાળાનો કાટમાળ તત્કાળ દૂર કરી નવી શાળાનું નિર્માણ તત્કાળ હાથ ધરવામાં આવે. સમગ્ર બનાવ અંગે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મિતાબેન દુધરેજીયાએ જણાવ્યું હતું કે ઠોંડા ગામે આવેલા પ્રાથમિક શાળાઓનો ઓરડા ની છત ધરાશાયી થઈ છે, જે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતે જ હતો, આ શાળામાં 125 જેટલા વિધાર્થીઓ ભાઈઓ-બેહનો અભ્યાસ કરે છે. ભાવનગર જિલ્લા પંચાયત ચેરમેન કમુબેન મુનાભાઈ ચૌહાણએ જણાવ્યું હતું કે ઉમરાળા તાલુકાના ઠોંડા ગામે આવેલા પ્રાથમિક શાળાઓનો એક બંધ હાલતમાં ઓરડા હતો તે સવારે આજે અચાનક પડ્યો હતો, તેની આ શાળાની તાલુકા કક્ષાએ સમિતિની બેઠકમાં રજૂઆત કરી હતી.