ભાવનગરમાં રાત્રિ કર્ફ્‌યૂ યથાવત

94

૩૧ ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુનો સમય યથાવત રખાયો આગામી સમયમાં કડક નિયંત્રણો આવે તેવી શક્યતા
રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોનોનાં કેસ વધી રહ્યા છે, ત્યારે સરકાર અને તંત્ર પણ સજાગ બન્યુ છે. જો કે હજુ પણ લોકો કોરોના જાણે આપણા સૌ નૈં જીવનથી ચાલ્યો ગયો હોય તેમ વર્તન કરી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખી આવનારા દિવસોમાં સરકાર કડક નિર્ણયો લઇ શકે છે. જો કે આ વચ્ચે હવે રાત્રિ કર્ફ્‌યુને લઇને પ્રાપ્ત સમાચાર મુજબ નિયત સમય સાથેની મુદત ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. રાજ્યમાં વધતા કોરોનાનાં કેસને લઇને સરકાર ચિંતિત દેખાઇ રહી છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, રાજ્યની ભાવનગર સહિતની ૮ મનપામાં રાત્રિ કર્ફ્‌યુની ગાઈડ લાઈન યથાવત રહેશે. ૮ મનપામાં રાત્રે ૧ થી સવારે ૫ વાગ્યા સુધી કર્ફ્‌યુ યથાવત રહેશે. આ ગાઈડ લાઈન ૩૧ ડિસેમ્બર સુધી અમલી રહેશે. આ પહેલા ૧ ડિસેમ્બરથી રાજ્યનાં આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્‌યુ માટે દસ દિવસની ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી હતી જેની અવધિ આજે પૂર્ણ થઇ રહી છે ત્યારે ખાસ કરીને રાજ્યમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને રાત્રિ કર્ફ્‌યુનાં સમયમાં કોઇ ફેરફાર કરવામા આવ્યો નથી. અહી સરકાર દ્વારા લોકોને રાહત આપવામાં ભલે આવી હોય પરંતુ સ્થિતિ ખરાબ ન બને તે માટે આવનારા સમયમાં કોઇ કડક નિર્ણય લેવાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Previous articleબોટાદના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી વીજકંપનીએ 18 લાખની વીજચોરી ઝડપી પાડી
Next articleભાવ. જિલ્લામાં ત્રણ મહિનાના લાંબા સમય બાદ મોત નોંધાયું, આજે ૩ દર્દી ડિસ્ચાર્જ થયા