રાજુલાનાં ધાતરવાડી-૨ ડેમની જર્જરીત દિવાલ નવી બનાવવાની કામગીરી શરૂ

904
guj1452018-3.jpg

રાજુલાના ધાતરવાડી ડેમ ૨ બે વર્ષથી પડી ગયેલા ગાબડાથી ૮ ગામોમાં દહેશત ભર્યા માહોલનો અંત ડેપ્યુટી કલેકટર ડાભીની જહેમત રંગલાવી સીચાઈ વિભાગના સુપર દ્વારા આરસીસીથી દીવાલનું કામ તાબડતોબ શરૂ કરાયું રાજુલાના ધાતરવડી (૨)ડેમમાં ચેલ્લા ૨ વર્ષથી ખાખબાઈ સાઈડની ડેમના પાળામાં પડી ગયેલ જોરદાર ગાબડામાથી ચોમાસા વહી જતા પાણીની દહેશતથી નીચે આવતા હીડોરડા, ખાખભાઈ, વડ, ભચાદર, ધારીનાનેસ ઉચૈયા, છતડીયાથઈ લઈ સુધીના ગામોમાં વર્ષો વર્ષ દહેશત રહેતી કે જો ચોમાસામાં ડેમમાં પાણી વધારે ભરતી થઈને ગાબડામાંથી જો દિવાલ તુટશે તો કેટલી જાનહાની થાય તેનો કોઈ અંદાજ ન હતો આ બાબતે ઉચૈયા સરપંચ પ્રતાપભાઈ ઉપ સરપંચ દીલુભાઈ ધાખડા ભચાદર સરપંચ તખુભાઈ ધાખડા ધારા નાનેસ સરપંચ મહેશભાઈ સહિત તમામ ગામના ખેડુતો ગામ આગેવાનો દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્રથી ડે.ક.ડાભી તાબડતોબ સીચાઈ વિભાગના ડેમ ઈજનેર સુવરને યુધ્ધના ધોરણે ડેમની દિવાલમાં પડી ગયેલ ગાબડુ પુરવા આખી દીવાલ આરસીસીની નવી ઉભી કરતા પહેલા જુની દીવાલમાંથી પડી ગયેલ સીમેન્ટ પોપડાને કાઢી નાખી નવેસરથી કામ શરૂ કરવા જણાવેલ અને ૪ વખત અખબારી અહેવાલ પ્રગટ થતા સિંચાઈ વિભાગ હરકતમાં આવી બે દિવસથી કામ શરૂ કરાતા આઠ ગામના આગેવાનો સરપંચોએ પ્રથમ તો ડેપ્યુટી કલેકટર ડાભી બીજા ક્રમે લોક સંસારનાં પ્રતિનીધી અમરૂભાઈ બારોટ અને સાથે સીંચાઈ વીભાગના સુવરનો આભાર વ્યક્ત કરેલ.

Previous articleGHCL સામે આંદોલન કરતા લોકોએ મુખ્યમંત્રી સામે કાળા વાવટા ફરકાવ્યા
Next articleઈશ્વરિયા ગામ પાસે રેલતંત્ર દ્વારા રાતોરાત ફાટકનાં સ્થાને નાળા માર્ગ બનાવી દેવાયો