સણોસરા સોનગઢ વચાળ ઈશ્વરિયા ગામ પાસે રેલમાર્ગના ફાટકના સ્થાને નાળા માર્ગ બનાવાઈ રહ્યો છે શનિવાર રાત્રે રેલતંત્ર દ્વારા અહી રેલ પાટા તોડી અને નાળાનું ખાસ કામ કરવા ઈજારદારે સમય ફાળવાયો હતો. અગાઉ ઈશ્વરિયાથી રેવા ગામનું ફાટક કાર્યરત હતુ જે આ બે-ત્રણ દિવસમાં જ હટાવી દેવાયુ અને આ નવસર્જનનું કામ શરૂ થયુ. રાતોરાત જ અહી છેલ્લી ગાડી પસાર થઈ અને તાબડતોબ રેલતંત્રના અધિકારી ઈજનેરોના માર્ગદર્શન અને ઈજારેદારના સંચાલન સાથે મોંઘીદાટ યંત્ર સામગ્રી દ્વારા આ રેલમાર્ગ તોડી પડાયો. આ કામગીરી જોવા માટે ઈશ્વરિયા, રેવા તેમજ અન્યત્રના ગ્રામજનો પણ પહોચ્યા. વહેલી સવારની ગાડી આવે તે પહેલા તો તોતિંગ જબરજસ્ત સીમેન્ટના ચોખઠાઓ ગોઠવી દઈ તેના પર રેલમાર્ગ સાંધીને સમુસુતરૂ કરવાનું હતુ અને આ બધુ થઈ પણ ગયુ. વાહ ચોકસાઈ સમયની અને કામની ! વહેલી સવારની પહેલી ગાડી ધીમે ધીમે સમય સૂચકતા સાથે પસાર પણ કરી દેવાઈ અને સૌને હાશકારો થયો..!