ભાવનગરની બીએમ કોમર્સના વિદ્યાર્થીઓએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં વીરગતિ પામેલા CDS જનરલ બિપિન રાવત સહિતનાઓને શ્રદ્ધાંજલિ અર્પી

98

વિદ્યાર્થીઓએ તેમજ શાળાના સમગ્ર પરિવાર દ્વારા બે મિનીટનું મૌન પાળવામાં આવ્યું
ભાવનગરના ઘોઘાસર્કલ પાસે આવેલી બીએમ કોમર્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટનામાં વીરગતિ પામેલા 13 શહિદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વિદ્યાર્થીઓએ ભારતમાતાની છબી પાસે દીપ પ્રાગટ્ય કરીને શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભારતના વીર યોદ્ધા CDS જનરલ બિપિન રાવત સહિત 13 શહિદોને બીએમ કૉમર્સ હાઈસ્કૂલ શાળાના પટાંગણમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતના વીર સપૂત અને ભારતના ત્રણે પાંખના વડા CDS જનરલ બીપીન રાવતનું આકસ્મિક નિધન થતા દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શાળાના આચાર્ય પરેશ ત્રિવેદીએ પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યું હતું. તામીલનાડુના કુન્નુર વિસ્તાર ઉપર હેલીકોપ્ટર ક્રેશ થતા સૈન્યના ઉચ્ચ અધિકારી સાથે ભારતના CDS જનરલ બિપિન રાવતનું નિધન થતા તેમના આત્માની શાંતિ અર્થે બીએમ કૉમર્સના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો તથા શાળાના સમગ્ર પરિવાર દ્વારા બે મિનીટનું મૌન પાળી તેમણે શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ તકે શાળાના એનસીસી ઓફિસર રણજીત પરમારે તમામ 13 શહીદો વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને માહિતીગાર કર્યા હતા.

Previous articleભાવનગરમાં ડી.એમ. કપ ટેનિસ ટૂર્નામેન્ટનો કલેક્ટરે પ્રારંભ કરાવ્યો
Next articleભાવનગરમાં ઘોડાના વિવિધ ચિત્રોનું બે દિવસીય પ્રદર્શનનો પ્રારંભ, 90 કલાકારોએ 101 પેઈન્ટિંગ પ્રદર્શનમાં ખુલ્લા મુક્યાં