જળસંચય અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લામાં ૫૧૮ કામો થશે : વિભાવરીબેન

1987
bvn1452018-6.jpg

આજે તા. ૧૩  મે ના રોજ સવારે  ૧૦/૦૦ કલાક થી બપોરના  ૧૨/૩૦  કલાક સુધી સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮  અંતર્ગત શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાંતણીયા, બેડા,માતલપર  ગામે તળાવ ઉંડા કરવાના કામનું  નિરીક્ષણ કર્યુ હતુ. તેમજ કામોનો પ્રારંભ કરાવ્યો હતો. 
મંત્રીએ જણાવ્યું હતું કે તાંતણીયા ગામે મનરેગા યોજના તળે રાબા ની કાંસનું તળાવ ઉંડુ ઉતારાઈ રહ્યુ છે. અંદાજીત રૂપિયા ૨૪.૯૬  લાખના ખર્ચે આ કામ પૂર્ણ કરાશે.૯૫૦૦ માનવદિન થકી નીકળી રહેલ માટી પાળા પર નાંખવામાં આવશે. તળાવ ઉંડુ થવાથી પાણીની સંગ્રહ શક્તિ વધશે. બેડા  ગામે પતીયાલા વનતલાવડીના કામનો તેમણે શ્રીફળ વધેરી અને પ્રારંભ કરાવ્યો હતો.આ કામ વનવિભાગ કરી રહ્યુ છે. આ કામ થકી ૧૫૦૦ ઘનમીટર માટી નીકળશે જે માટી લોકહિતાર્થે ઉપયોગમાં લેવાશે. માતલપર ગામેતળાવ ઉંડુ ઉતારવાના કામનો તેમણે શ્રીફળ વધેરી અને પ્રારંભ કરાવ્યો હતો  આ  કામ કે. એસ. એનર્જી કંપનીના સહ્યોગથી સંપૂર્ણ જનભાગીદારી થકી થઈ રહ્યુ છે. આ પ્રકારના કામો પૂર્ણ થતાં ગ્રામજનોના કુવા, બોર ના તળ પાકા થશે. પાણીની સમસ્યા હલ થશે.  મંત્રીએ જળસંચય અભિયાન-૨૦૧૮ થકી રાજ્યમાં થનારા કામોની વિગતે જાણકારી આપી ઉમેર્યુ  હતું કે ભાવનગર જિલ્લામાં ૫૧૮ કામો થશે અને જિલ્લાના તળાવો, ચેકડેમ,વનતલાવડીમાં જળસંગ્રહની ક્ષમતા વધશે. મંત્રીએ બગદાણા બજરંગદાસ બાપાની  જગ્યાએ તેમજ મંદિરે  જઈને નતમસ્તક વંદન કર્યા હતા. આ પ્રસંગે સુરતના પૂર્વ ધારાસભ્ય જનક્ભાઈ પટેલ, પ્રાંત અધિકારી તુવેર,તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત જે તે ગામના સરપંચો, તલાટીઓ, લોકો હાજર રહ્યા હતા.

Previous articleઈશ્વરિયા ગામ પાસે રેલતંત્ર દ્વારા રાતોરાત ફાટકનાં સ્થાને નાળા માર્ગ બનાવી દેવાયો
Next articleદલીત યુવાનની હત્યા કરનાર શખ્સ ઝડપાયો