ભાવનગર જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાતા રાહત

106

અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૯૯ દર્દીઓનું અવસાન થયા
ભાવનગર જિલ્લામાં આજે એકપણ કેસ ન નોંધાતા રાહત થઈ હતી. છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવી રહ્યો છે. તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું હતું પણ છેલ્લા ૧૨ દિવસ થી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે, શહેરમાં ૨૮ તથા ગ્રામ્યમાં ૨ કોરોનાના કેસ એક્ટિવ રહ્યા છે, જ્યારે જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૩૦ પર પહોંચી હતી. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૫૦૪ કેસ પૈકી હાલ ૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૯ દર્દીઓનું અવસાન થયા છે.

Previous articleજનરલ બિપિન રાવત સહિતના શહીદોને વલ્લભીપુરમાં અપાઈ અશ્રુભીની શ્રદ્ધાંજલિ
Next articleમેઘાણી સર્કલ પાસે ફ્લેટમાંથી ચોરેલા દાગીના, રોકડની થેલી લઇ ફરતા સદામને ઝડપી લેતી એલસીબી પોલીસ