ચૂંટણી ટાણે ઉમેદવારો માત્ર વચનોની હૈયાધારણાથી વિશેષ કંઈ જ નથી આપતાં
ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાનું કણકોટ ગામ કે જ્યાં આજ સુધી અનેકવાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. પરંતુ કણકોટ ગામે વિકાસ કરી શકાય તેવા એક પણ કાર્યો કરવામાં આવ્યા નહીં હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. કણકોટ ગામે રોડ-રસ્તા, ડ્રેનેજ, તેમજ ગંદકીની સમસ્યાને પગલે ગ્રામજનોમાં નિરાશા જોવા મળી હતી. જયારે આ વર્ષે પણ ગ્રામ પંચાયતની ચૂંટણી જ્યારે કણકોટમાં યોજાવાની છે ત્યારે સ્થાનિક લોકોમાં ચૂંટાઈને આવનાર નવા સરપંચ પાસે ગામનાં વિકાસની આશા રાખી રહ્યા છે. ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકામાં આવેલું કણકોટ ગામ કે જ્યાં આજ સુધી અનેક સમસ્યાઓને લઈને ગ્રામજનો પરેશાન થઈ ચૂક્યા છે. કણકોટ ગામનાં લોકો વિકાસ શું કહેવાય તે અંગે નિરાશા સાથે રોષ વ્યક્ત કર્યો હતો. એક તરફ ભાવનગર જિલ્લામાં અનેક ગામો આધુનિક વિકાસશીલ અને આદર્શ ગામ બની ગયા છે. ત્યારે ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાનું કણકોટ ગામે આજ સુધી વિકાસનાં નામે કોઈપણ સુવિધા ઉપલબ્ધ થઇ નથી. ભાવનગર શહેરથી ભાવનગર શહેરથી ૨૦ કિલોમીટર દૂર ફરીયાદકા અને વાળુકડ તરફ થી કણકોટ ગામે જઈ શકાય છે. પરંતુ કણકોટ પહોંચવા સુધીમાં રસ્તાઓની જે પરિસ્થિતિ છે તેને લઈને ગ્રામજનોને શહેર તરફ જવું ખૂબ મુશ્કેલ બન્યું છે. કણકોટને જોડતા તમામ રોડ-રસ્તાઓ બિસ્માર બની ગયા છે. જેને લઇને ગ્રામજનો શહેર તરફ જવાનું ટાળે છે.
ભાવનગર જિલ્લાનાં મહત્વનાં તાલુકા ઘોઘા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીનાં પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, તૂટેલું પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. કણકોટ ગામે વિકાસ અને સુવિધાને લઈને વાત કરવામાં આવે તો કણકોટ ગ્રામ પંચાયતની બિલ્ડીંગ છેલ્લા પાંચ વર્ષથી જમીનદોસ્ત થઇ પડી છે. જો ગ્રામ પંચાયતની ખુદની બિલ્ડિંગનાં જ ઠેકાણા ન હોય તો અન્ય વિકાસનાં કામોની તો ગ્રામજનો કઈ રીતે આશા રાખે. કણકોટ ગ્રામ પંચાયતની તમામ કામગીરી હાલ પ્રાથમિક શાળા બેસી કરવામાં આવે છે. ગામમાં વિકાસનાં નામે કહી શકાય તો માત્રને માત્ર આરોગ્ય સેવા નિયમિત પણે અને સારી રીતે મળે છે. પરંતુ ગામનાં ગેટ થી લઈને સમગ્ર ગામનાં તમામ રોડ-રસ્તાઓ બિસ્માર હાલત જોવા મળી રહ્યા છે.