તિલકનગર પાસે બી.એમ.સીના ખુલ્લા મેદાનમાં કચરો સળગ્યો

1271
bvn1452018-13.jpg

શહેરના તીલકનગરથી દિપક ચોક જવાના રસ્તે આવેલ બી.એમ.સી.ના ખુલ્લા મેદાનમાં કચરો અને કાટાની વાડ સળગી ઉઠતાં ફાયર સ્ટાફ દોડી ગયો હતો.  શહેરના તીલકનગર પાસે આવેલ ખુલ્લા મેદાનમાં બપોરના સમયે કાંટાની વાડ અને મોટી માત્રા રહેલ કચરાના ઢગલામાં આગનો બનાવ બન્યાની જાણ મિતેષભાઈ નામના વ્યકિતએ ફાયર બ્રિગેડને કરાતા તુરંત ફાયર સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈ દોઢ ગાડી પાણીનો છટકાવ કરી આગને ઓળવી નાખી હતી. આગનું કારણ કે નુકશાની જાણવા મળી ન હતી. 

Previous articleતાપમા તપતા ગરીબોને ચપ્પલ વિતરણ
Next articleલોગંડી ગામ નજીક છકડો રિક્ષા નાળામાં ખાબકી : કોઈ જાનહાની નહીં