લોગંડી ગામ નજીક છકડો રિક્ષા નાળામાં ખાબકી : કોઈ જાનહાની નહીં

1453
bvn1452018-12.jpg

તળાજા-મહુવા હાઈવે પર લોગંડી ગામ નજીક છકડો રિક્ષાના ચાલકે કાબુ ગુમાવતાં છકડો નાળામાં ખાબકયો હતો અને છકડો રિક્ષામાં બેસેલા લોકોને સદનસીબે નાની મોટી ઈજાઓ થઈ હતી કોઈ જાનહાની થવા પામી નહીં.
તળાજા મહુવા હાઈવે પર લોંગડી નજીક અકસ્માત છકડો રોડ ઉપરથી નાળા ઉપરથી ખાબકતા તાકીદે ૧૦૮ ઘટના સ્થળે દોડી ગઈ હતી. લોંગડી નજીક વળાંકમાં નો કાબુ ગુવમાતા રોડ ઉપરથી ખાબકતા બેઠેલા મુસાફરોએ દેકારો મચાવતા તાકીદે લોકો મદદ માટે દોડી આવ્યા હતાં. અને ઈજાગ્રસ્તોનેબ હાર કાઢી મહુવા ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. 
અકસ્માતે એટલો ગંભીર હતો. પણ સદનસીબે મોટી ઘટના ના હતી હતી. 
બોરડા ગામેના યુવાનો રોડ પર પસાર થઈ રહ્યા હતાં ત્યારે ઘટના બની હતી અને તાકીદે તેમણે ૧૦૮ બોલાવી ઘવાયેલા લોકોનેબ હાર કાઢયા હતાં. બનાવની જાણ થતા બગદાણા પોલી સ્ટેશનનો સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleતિલકનગર પાસે બી.એમ.સીના ખુલ્લા મેદાનમાં કચરો સળગ્યો
Next articleઅંધઉદ્યોગ શાળા ખાતે સંસ્થા સિંચનના સુવાસિત પુષ્પો તળે અભિવાદન કાર્યક્રમ