નમસ્કાર, કેમ છો બધા??? ફૂલ ગુલાબી ઠંડીમાં લઝીઝ પકવાનોના સ્વાદ માળી રહ્યા હશો તેમજ સાલ, સ્વેટર, ગોદડા સાથે તેરે જેસા યાર કહાં જેવી પ્રીત બાંધી દીધી હસે. જોત જોતામાં હમણાજ આપણે હિન્દુ નવ વર્ષમાં પ્રભુતા માંડ્યા ને બસ હવે ગણતરીના દિવસોમાં આપણે નવા અંગ્રેજી વર્ષમાં પ્રભુતા માંડીશું હા ૨૦૨૨. દરેક વર્ષ પોતાની સાથે એક અલગ જ આનંદ, ઉત્સાહ અને ઉલ્લહસ લઈને આવે છે ત્યારે સતત ૨ વર્ષથી આ કોરોના ના મહા પ્રકોપમાં લોકો બેબસ અને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હિંસા, હત્યા, લૂંટફાટ, કુદરતી આપત્તિ અને માનસિક બીમારીના કારણે આખા વિશ્વમાં લોકો હાલાકી અને પરેશાની ઉઠાવી રહ્યા છે. હિંસાના નામે આંદોલન અને બળવો કરી દેશની જનતા પોતાની જાતનેજ નુકશાન પોહચડી રહી છે. દેશની જનતા જ્યારે એક બળે સાથે આવીને દેશ હિતના કર્યા માટે આરંભ કરશે ત્યારેજ દેશમાં અશાંત તત્વોનો નાશ થશે.સહુ કોઈને બધું જ ખબર છે પણ બદલાવ નથી લાવો કારણ આપણને કયા નડે છે અને એમાં ને એમાં જ ગાડરિયો પ્રવાહ વહેતો થાય છે અને છેલ્લે રોજ જગડા જગડી અને કૂતરા બિલાડાની જેમ બાધવાનું. સ્વામીશ્રી કહે એમ રોજ રાત્રે રસ્તામાં એક ટુકડો રોટલી માટે કૂતરા ઝગડે અને સવાર પડે ૮ કલાકમાં ૧૫માં માળે બેસીને ૩ પીસ સૂટમાં આપણે માણસો જગાડી, વૃત્તિ તો એકજ થઈને??? બસ શોર્ટ અને સ્વીટ શીર્ષકને અનુસરતી ૨૩ દિવસ બાકી છે ૨૧ માંથી ૨૨ થવાને તો રોબોટિક યુગમાં આપણે પણ પોતાની જ જાતને સુધારીને બીજા કરે છે એમાં ડખો ન કરતા સ્વ માંજ સુધાર કરીને આપણી જાતને શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠ બનાવીએ આપણા કુટુંબ અને સમાજનું નામ ગગચૂંબી આસમાન તરફ લઈ જઈએ.
ભાવિક બી. જાટકિયા
સુરત- ૮૪૬૦૮૮૫૯૫૪