બાળકોના વિકાસ માટે ભાવનગરના આંબલાની દક્ષિણામૂર્તિ શાળા ખાતે ‘આનંદ બજાર’ કાર્યક્રમનું આયોજન કરાયું

116

શાળાના વિશાળ મેદાનમાં વિદ્યાર્થીઓએ જુદા-જુદા 11 જેટલા સ્ટોલ બનાવ્યા
ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના આંબલાની રાષ્ટ્રીય વિરાસત શાળા ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળામાં આનંદ બજારનું અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું. આ ‘આનંદ બજાર’ લાલજીભાઈ નાકરાણીના વરદહસ્તે ખુલ્લું મુકાયું હતો.

શિહોર તાલુકાના આંબલા ગામે આવેલ ગ્રામદક્ષિણામૂર્તિ શાળામાં આનંદ બજારનું અનોખું આયોજન કર્યું હતું. જેમાં બાળકોમાં રહેલી સુસપ્ત શક્તિઓ અને બાળકોના વિકાસ માટે અને બાળકોને વેપારના ગુણ વિકસે તે હેતુથી શાળાના પટાંગણમાં આ આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાના વિશાળ મેદાનમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ જુદા-જુદા 11 જેટલા સ્ટોલ બનાવ્યા હતા. જેમાં મન્ચુરિયન, દાબેલી, બટેટા-ભૂંગળા, ભજીયા, ભેળ, પાણી-પુરી, ફ્રુટસલાડ, બ્રેડ-પકોડા, મેઁદુવડા, પાંઉભાજી જેવી વિવિધ વાનગીઓ જાતે બનાવી રસોઈ કલા અને વેપારનો ગુણ વિકસે તેવા ઉમદા હેતુ સાથે વેચાણ કર્યું હતું.
આ તકે વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા શાળા દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવે છે અને શાળા બાળકોને કાઈ નવું શીખવા માટે હમેંશા પ્રેરણા આપતી રહી છે. શાળાના આચાર્ય વાઘજીભાઈ કરમટિયા, શિક્ષકગણ, વિદ્યાર્થી ભાઈઓ-બેહનો તથા વાલીઓએ ભાગ લીધો હતો. આનંદ બજારમાં વાલીઓ સહિત ગ્રામજનો અને બાળકો બોળી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા સંસ્થા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleમૂળ ભાવનગરના નિર્દેશકો દ્વારા આયોજીત GCPL પુરા ગુજરાતમાં મચાવશે ધૂમ.
Next articleસિહોર પાસે ડાંગર પરિવારને નડેલા અકસ્માતમાં માસુમ પુત્રી બાદ માતાનું પણ મોત નિપજ્યું