ગીતા જયંતિ નિમિત્તે વિવેકાનંદ કેન્દ્ર, પાલિતાણા દ્વારા યોજાયું પરિવાર મિલન

108

જીવ સેવા આશ્રમ સરોડ ખાતે તા.૧૧ ડિસેમ્બરના રોજ વિવેકાનંદ કેન્દ્ર પાલિતાણા દ્વારા ગીતા જયંતિ નિમિત્તે પરિવાર મિલન યોજાયું. જેમાં ભારતના પ્રથમ CDS અને તેમનાં સાથી શહીદ વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તમામના આત્મ મોક્ષર્થે રામનામ મહામંત્ર જાપ અને ગીતા પઠન કરવામાં આવેલ. કાર્યક્રમ પ્રારંભે ટીમની રમત બાદ અમૃત પરિવારના પાંચ ગુણ સુખી સ્વસ્થ સંપન્ન સંસ્કારી અને રાષ્ટ્રીય ચેતના સભર પરિવાર એ વિષય પર જુથ ચર્ચા અને તેની પ્રસ્તુતિ કરવામાં આવી. કાર્યક્રમમાં ઉપસ્થિત સ્વામી શરણાનંદજીએ જણાવ્યુ કે ત્યાગપૂર્ણ કર્મપ્રધાન જીવન એ ગીતાનો સંદેશ છે. મુકેશગીરી બાપુએ સંસ્કારના સિંચન દ્વારા રાષ્ટ્ર રક્ષાના કેન્દ્ર કાર્ય માટે પ્રસન્નતા વ્યક્તિ કરી આશિષ પાઠવ્યા. આ અવસરે રાષ્ટ્રીય કાર્યકર્તા પ્રશિક્ષણ શિબિરમાં કન્યાકુમારી અને સંસ્કાર વર્ગ નૈપુણ્યમાં ગાંધીનગર જનાર કાર્યકર્તાઓને વિદાય અપાઇ હતી.

Previous articleભાવનગર જિલ્લામાં આજે નવા ૫ કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક ૩૫ પર પહોંચ્યો
Next articleઅધેવાડા નજીક આવેલ ગાદલાના ગોડાઉનમાં વિકરાળ આગ ભભુકી