રાજપથ, કર્ણાવતી સહિતની કલબોમાં પાર્ટીનું આયોજન નહીં કરે, કોરોનાને લઇ ક્લબ મેનેજમેન્ટે નિર્ણય લીધો
૨૦૨૧નું વર્ષ હવે વિદાઇ લેવા જઈ રહ્યું છે અને ગણતરીના દિવસોમાં જ નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે પરંતુ દર વર્ષની જેમ નવા વર્ષને આવકારવા માટે યોજાતી પાર્ટીઓ આ વર્ષે યોજવી કપરી બની જશે. ઓમિક્રૉનના આતંક વચ્ચે અમદાવાદમાં ક્લબોમાં ૩૧ ડિસેમ્બરની પાર્ટીનું આયોજન નહીં થાય. અમદાવાદમાં રાજપથ, કર્ણાવતી સહિતના કલબોનો મોટો નિર્ણય લીધો છે. ઓમિક્રોન વાયરસને પગલે ક્લબ મેનેજમેન્ટે તમામ આયોજનો કર્યા રદ્દ આ અંગે વાતચીત કરતા રાજપથ કબલનાં પ્રેસિડેન્ટ જગદીશ પટેલે જણાવ્યું કે ક્લબ મેનેજમેન્ટ દ્વારા ઓમિક્રોનની પરિસ્થિતિમાં ભીડ ભેગી કરવી એ યોગ્ય નથી. ક્લબ દ્વારા નવરાત્રીનું આયોજન પણ નહોતું કરવામાં આવેલું અને હવે ૩૧જં ની પાર્ટી પણ નહિ થાય. વાઇરસની ઘાતકતાને કારણે વધારે જીવ જાય એ ક્લબ મેનેજમેન્ટ નહિ ઇચ્છે આ જ અંગે કર્ણાવતી ક્લબનાં પ્રેસિડેન્ટનાં જણાવ્યું પ્રમાણે ઇવેન્ટ યોજાય તો ક્લબ સિવાય બહારની ગેસ્ટ એન્ટ્રી કરવી પડે જે યોગ્ય નથી એટલા માટે આ પ્રકાર નું આયોજન શક્ય નથી. કોરોનાકાળની કપરી પરિસ્થિતિને ધ્યાને રાખતા અમદાવાદની જાણીતી ક્લબોએ મોટો નિર્ણય લીધો છે. સતત બીજા વર્ષે નહીં થાય ૩૧ ડિસેમ્બરની પાર્ટીનું આયોજન મોકૂફ રાખવાનું નક્કી થયું છે. રાજપથ, કર્ણાવતી સહિતની અમદાવાદની કલબોમાં થર્ટી ફસ્ટ પાર્ટીનું આયોજન નહીં કરે. વધતા કોરોના સંક્રમણને લઇ ક્લબ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. ગત વર્ષ બીજી લહેર તો આ વર્ષ ઓમિક્રોન વાયરસને પગલે નવા વર્ષની ક્લબોમાં થતી પાર્ટીઓ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ ધીમે ધીમે વેસ્ટર્ન કલ્ચર અપનાવતા અમદાવાદીઓ છેલ્લા ૫ વર્ષ થી શહેરમાં અનેક જગ્યા એ ઇવેન્ટનું આયોજન કરે છે. ૩૧ ડિસેમ્બર ના દિવસે ડાન્સ શ્ ડાઇન માટે અનેક પાર્ટી પ્લોટ હોટલ ક્લબ આયોજન કરે છે પરંતુ કોરોના બાદ છેલ્લા બે વર્ષની પ્લાનિંગ ના હોવાને કારણે આ વર્ષે પણ કોઈ આયોજન કરતા ઇવેન્ટ આયોજકો ખચકાઈ છે ગયા વર્ષે ઇવેન્ટ આયોજકો ને પરમિશન આપ્યા બાદ અચાનક ૩૧જં ના દિવસે જ તમામ આયોજકોને મનાઈ ફરમાવી હતી સાથે અમદાવાદ સીજી રોડ અને એસ જી હાઇવે પર ભેગા થતા ક્રાઉડ પર પણ પોલીસ દ્વારા કન્ટ્રોલ મેળવાયો હતો. કડવા અનુભવ ને લઇને અમદાવાદ ના જાણીતા ડી જે નિહારએ જણાવ્યું કે આમ તો ૩૧જીં એટલે અમારી કરોડો નો બિઝનેસ હોય છે પણ ઓનલાઇન ટિકિટ વેચાઈ જાય અને તમામ ગાઇડલાઈન નું પાલન થાય એ પછી પણ જો ગયા વખત જેવું થાય તો બધો ખર્ચો માથે પડે છે જો કે ટિકિટ માં અમે{u terms & condition આપી દીધી છે.