દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૩૫૦ નવા કેસ નોંધાયા

93

દેશમાં ૫૦ ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં : ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, દેશમાં સળંગ ૧૬માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી નીચે રહ્યા છે
નવી દિલ્હી, તા.૧૩
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૧૬માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી નીચે રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૭૩૫૦ નવા કેસ નોંધાયા છે અને ૨૦૨ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૭૯૭૩ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૫૬૧ દિવસના નીચલા સ્તર ૯૧,૪૫૬ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૩૮૫૬ કેસ નોંધાયા છે અને ૧૪૩ સંક્રમિતોના મોત થયા છે. ૧૨ ડિસેમ્બરે ૭૭૭૪ નવા કેસ નોંધાયા હતા અને ૩૦૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૮૪૬૪ લોકો કોરોના સામે જંગ જીત્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં ૧૩૩,૧૭,૮૪,૪૬૨ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૧૯,૧૦,૯૧૭ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૮,૫૫,૬૯૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Previous articleપીએમ મોદીએ મંદિરમાં પ્રવેશતા પહેલા ગંગા નદીમાં લગાવી ડૂબકી
Next articleબૂસ્ટર ડોઝ આપવામાં આવે તો પહેલા-બીજા ડોઝથી અલગ હોવો જોઈએ?