આ સ્પર્ધામાં વિશ્વભરમાંથી કુલ ૮૧ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો
નવીદિલ્હી,તા.૧૩
૨૧ વર્ષ બાદ ભારતમાંથી વિશ્વ સુંદરીની પસંદગી કરવામાં આવી છે. પંજાબની હરનાઝ સંધુને ‘મિસ યુનિવર્સ ૨૦૨૧’નો ખિતાબ મળ્યો છે. આપને જણાવી દઇએ કે, ઈઝરાયેલનાં દક્ષિણ શહેર ઇલાતમાં ૭૦મી મિસ યુનિવર્સ સ્પર્ધા યોજાઇ હતી. ઈઝરાયેલમાં યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં સંધુને મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, આ સ્પર્ધામાં વિશ્વભરમાંથી કુલ ૮૧ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેને હરાવીને સંધુએ આ ખિતાબ પોતાના નામે કર્યો છે. હરનાઝ સંધુને ગયા વર્ષની વિજેતા એન્ડ્રીયા મેજાએ તાજ પહેરાવ્યો હતો. આપને જણાવી દઈએ કે, લારા દત્તાએ ૨૦૦૦માં આ ખિતાબ જીત્યો હતો, જેના ૨૧ વર્ષ બાદ પંજાબની ૨૧ વર્ષની હરનાઝ સંધુએ ઈઝરાયેલનાં ઈલિયટમાં આયોજિત ૭૦મી મિસ યુનિવર્સ ૨૦૨૧માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સંધુએ પેરાગ્વે અને દક્ષિણ આફ્રિકાનાં પ્રતિનિધિઓને હરાવીને ટાઈટલ જીત્યું હતું. મેક્સિકોની ભૂતપૂર્વ મિસ યુનિવર્સ ૨૦૨૦ એડ્રિયા મેજા દ્વારા સંધુને તાજ પહેરાવવામાં આવ્યો હતો. ઈઝરાયેલમાં આયોજિત આ ગ્રાન્ડ ફિનાલેનું લાઈવ સ્ટ્રીમ દ્વારા વૈશ્વિક સ્તરે પ્રસારણ કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, ઓછા શબ્દોમાં જબરદસ્ત જવાબ આપ્યા બાદ તેણે ટોપ ૩માં સ્થાન મેળવ્યું છે.સંધુ પછી ફર્સ્ટ રનર અપ પેરાગ્વે અને સેકન્ડ રનર અપ સાઉથ આફ્રિકાનો હતો. ટોચનાં ત્રણ રાઉન્ડમાં ભાગ લેનારાઓને પૂછવામાં આવ્યું હતું કે, આજનાં દબાણનો સામનો કરવા માટે તમે યુવતીઓને શું સલાહ આપશો. જેના પર હરનાઝે સુંદર જવાબ આપતા કહ્યું કે, “આજનાં યુવાનો જે સૌથી મોટા દબાણનો સામનો કરી રહ્યા છે તે પોતાના પર વિશ્વાસ રાખવુ. તે જાણવું કે તમે અદ્વિતીય છો. તમારી તુલના અન્ય લોકો સાથે કરવાનું બંધ કરો અને દુનિયાભરમાં થઇ રહેલી ઘણી મહત્વપૂર્ણ ચીજોાં વિશે વાત કરો. બહાર આવો, તમારા માટે બોલો, કારણ કે તમે તમારા જીવનનાં નેતા છો. તમે તમારો અવાજ છો. મને મારી જાત પર વિશ્વાસ હતો અને તેથી જ હું આજે અહીં ઉભી છું.”