ગંભીર બેદરકારી, ભાવનગરમાં મૃતકને પણ કોરોનાની રસીના બંને ડોઝ લીધાનું સર્ટિફિકેટ આપી દેવાયું

147

મે મહિનામાં મોત થયું અને નવેમ્બરમાં તંત્રએ બીજો ડોઝ આપ્યો
રસીકરણને લઇને અનેક છબરડા સામે આવી રહ્યા છે. આવો જ એક વધુ છબરડો ભાવનગરમાં સામે આવ્યો હતો. જ્યાં એક મૃત્યુ પામેલા વ્યક્તિને પણ રસીકરણનું સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હતું. જેને પગલે આ સમગ્ર પ્રક્રિયા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભાવનગરના શહેરના ઘોઘા સર્કલના 64 વર્ષીય હિતેશભાઈ શાહનું મે મહિનામાં નિધન થયું હતું. હિતેશભાઇએ માર્ચ મહિનામાં પહેલો ડોઝ 31-3-2021ના રોજ મામાનો ઓટલો પાસે જે ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં આવેલો છે ત્યાં લીધો હતો, જ્યારે મે મહિનામાં તા.8-05-2021 ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ બીજો ડોઝ 26 નવેમ્બરના રોજ બીજો ડોઝ લીધાનું મેસેજ આવી ગયો અને તમારું બંને ડોઝનું સર્ટિફિકેટ આવી ગયું છે તો તમે ડાઉનલોડ કરી શકો છો..! ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર ગાંધી સાથે ટેલિફોનિક પૂછતાં જણાવ્યું હતું કે, જે વ્યક્તિનું મૃત્યુ પછી પણ ફોન ચાલુ રાખ્યો હોય છે જે આપણે બંધ નથી કરતા. જેનો ડોઝ બાકી હોય તેવા દરેક લોકો ને આરોગ્ય સેન્ટરો પરથી ફોન કરવાનો ટાર્ગેટ આપેલો હોય છે. જેને લઈ કોઈ એક વ્યક્તિ ને આજે કોઈ આરોગ્ય સેન્ટરો પરથી જુદા-જુદા લોકો દ્વારા અમુક સમય ગાળા દરમિયાન ફોન કરતા હોવાથી હોય તો કંટાળી ને કીધું હોય કે હા લેવાય ગયો છે. તો જે તે સેન્ટર વાળા એન્ટ્રી કરી નાખી હોય. આખા ભારતમાં ગમે તે વ્યક્તિ કોઈ પણ સ્થળેથી ડોઝ લે તરત જ સર્વરમાં એન્ટ્રી થઈ જ જવી જોઈએ, પણ એવું નથી થતું. શહેરમાં રસીકરણની કામગીરી વગર સર્ટિફેકેટ અપાઈ રહ્યા હોવા મુદ્દે અનેક સવાલો ઉઠાવાઈ રહ્યા છે. રસીકરણ કર્યા વિના પ્રથમ ડોઝ સફળતાપૂર્વક આપવા માટેનાં પ્રમાણપત્ર આપવાને લઈ અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા, તેવા બીજા ડોઝમાં પણ આવા છબરડા બહાર આવી રહ્યા છે. જોકે, રસીનાં ઓનલાઈન રજીસ્ટ્રેશન દરમિયાન વ્યક્તિનું આઈડી પ્રૂફની ડીટેલ પણ આપવામાં આવે છે અને તેની રસી સમયે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે. અહીં તો સીધુ જ પ્રમાણપત્ર મોકલવામાં આવી રહ્યું છે.

Previous articleદુધાળા ખાતે આવેલ બી.આર.ભલાળા લોકશાળામાં વિદ્યાર્થીઓ માટે ‘ખજાનાની શોધ’ કાર્યક્રમ યોજાયો
Next articleભાવનગરના ભાદેવાની શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતા મહિલાનું મોત, 3ને બચાવાયા