ભાવનગર શહેરના હલુરિયા ચોક પાસે આવેલ છગન ડાયા ની ડેલી ભોળાનાથના મહાદેવના મંદિર દીવાનપરા રોડ પાસે આવેલ ગૌરી ફળિયુમાં એક ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું જેમાં 4 વ્યક્તિઓ દટાયા હતા, જેમાં એક મહિલા નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું,
ફાયર વિભાગ માંથી મળતી માહિતી મુજબ શહેર હલુરીયા ચોક દિવાનપરા રોડ પાસે ગૌરી ફળિયુ છગન ડાયા ની ડેલી પાસે આજે વહેલી સવારે 5:40 કલાકે ફોન આવ્યો હતો કે એક મકાન પડ્યું છે, હિંમતભાઈ રામજીભાઈ રાજપુરાની માલિકીનું ઘર છે, ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પોહચી જઈ કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.ફાયરબ્રિગેડના સ્ટાફ 1 કલાકની જહેમત બાદ 4 માંથી ત્રણ ને બચાવ્યા હતા, જ્યારે એક મહિલાનું મોત થયું હતું.
જેમાં રિદ્ધિબેન મિતભાઈ(માધવ) રાજપુર આ.ઉ.મ.20 નું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે ત્રણ ઇજા ગ્રસ્તો ને સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં દીપકભાઈ હિમતભાઈ રાજપુરા આશેર ઉ.મ.52 તથા તેના પત્ની નયનાબેન હિમતભાઈ આ.ઉ.મ.50 તથા મિતભાઈ( માધવભાઈ) રાજપુરા આ.ઉ.મ.25 તમામ ને 108 મારફતે હોસ્પિટલ ખાતે સારવાર અર્થ લઈ જવામાં આવ્યા હતા.