ભાવનગર જિલ્લામાં આજે નવો એકપણ કેસ ન આવતા રાહત

105

આજે જિલ્લામાં ચાર દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યો
ભાવનગર શહેર અને જિલ્લામાં આજે એકપણ કેસ ન નોંધાતા રાહત થઈ હતી, શહેરમાં ચાર દર્દી કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા, છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવી રહ્યો છે. તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું હતું પણ છેલ્લા ૧૬ દિવસ થી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે, શહેરમાં ૩૦ તથા ગ્રામ્યમાં ૧ કોરોનાના કેસ એક્ટિવ રહ્યા છે, જ્યારે જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૩૧ પર પહોંચી હતી.ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૪ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૫૧૦ કેસ પૈકી હાલ ૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૯ દર્દીઓનું અવસાન થયા છે.

Previous articleભાવનગર સિવિલ-ક્રિમીનલ બાર એસો.ની તા.૧૭ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે
Next articleવલ્લભીપુરમાં ૪૫ દીકરીઓના સમૂહ લગ્નની શરણાઈ ગુંજી