વલ્લભીપુરમાં ૪૫ દીકરીઓના સમૂહ લગ્નની શરણાઈ ગુંજી

100

સોમવારે તાલુકા પાટીદાર પ્રગતિ મંડળ સુરત દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ૪૫ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જે પૈકી બે સાધુ સમાજની દિકરીઓના લગ્ન પણ સાથે જ યોજાયા હતા. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સાંસદ ભારતીબેન શિયાળ, ભાવનગર શહેરના મેયર કિર્તીદાન દાણીધારીયા, ભાવનગર ડીઆઈજી અશોકકુમાર યાદવ, વલભીપુરના ધારાસભ્ય આત્મારામ પરમાર, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. નિતીનભાઈ ગુજરાતી, દિલીપભાઈ શેટા. મહેશભાઈ ડાવરા વલભીપુર નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, મામલતદાર, પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર, તાલુકા પંચાયતના ટીડીઓ તથા પાટીદાર સમાજના મુખ્ય દાતા સુરેશભાઈ માવજીભાઈ લખાણી દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પ્રગતિ મંડળના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleભાવનગર જિલ્લામાં આજે નવો એકપણ કેસ ન આવતા રાહત
Next articleશહેરમાં કાળી શેરડીની આગમન