૧૬ ડિસેમ્બરના દિવસે ભારતમાં વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે

100

વર્ષ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનનું યુદ્ધ ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ હતી, જેના પરિણામસ્વરૂપ બાંગ્લાદેશ બન્યું. આ દિવસ એવો છે કે દરેક ભારતીય નાગરિક ગર્વ કરી શકે છે. આજના દિવસે જ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતે પાકિસ્તાન પર વિજય હાસલ કરી હતી. જેના લીધે ૧૬ ડિસેમ્બરે વિજય દિવસ મનાવવામાં આવે છે. વર્ષ ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. જેમાં પાકિસ્તાનની સેનાને પરાજિત થવાનો વારો આવ્યો હતો. ૧૨ દિવસ સુધી આ યુદ્ધમાં અનેક જવાનો શહિદ થયા હતા. ભારતના સૈનિકોની વિરતાના લીધે પાકિસ્તાનને હાર સ્વીકારવી પડી હતી. પાકિસ્તાની સેનાએ ભારતની સેના સામે હથિયારો નીચે મુકીને સમર્પણ કરી દીધું હતું. પાકિસ્તાની સેનાનું નેતૃત્ત્વ કરી રહેલાં એકે નિયાજીએ પોતાના ૯૩ હજાર સૈનિકોની સાથે ભારતીય સેનાના કમાંડર લે. જનરલ જગજીત સિંહ અરોડાની સામે આત્મસમર્પણ કરીને હાર સ્વીકારી લીધી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલેલાં આ યુદ્ધમાં જનરલ માણેકશા ભારતીય સેનાના પ્રમુખ હતા. આ યુદ્ધ બાદ બાંગ્લાદેશ વિશ્વના નકશામાં અસ્તિત્વમાં આવ્યું. આ યુદ્ધમાં ભારતના આશરે ૩૯૦૦ જવાન શહિદ થયા. જ્યારે આશરે ૯૮૫૧ જવાન ઘાયલ થયા. ભારતીય સેનાના આ પરાક્રમને યાદ રાખવા માટે અને બિરદાવવા માટે આજે વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આસી.પ્રો.ડો સચિન જે પીઠડીયા
સરકારી વિનીયન કોલેજ -ભેસાણ

Previous articleસુરક્ષા.. શું ??? રક્ષા ???
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે