શંકરસિંહ હવે ભાજપને જ નુકશાન કરે તેવી રાજકીય ગણતરી
શંકરસિંહ નાટકીય રીતે જન વિકલ્પના નેતા બન્યા બાદની સ્થિતિ એવી બની રહી છે કે હવે તે જેટલા પ્રયત્નો કરે વોટ તો છેલ્લે ભાજપના તોડશે અને છેવટે નુકશાન ભાજપને થાય તેવું ગણિત રાજકીય પંડીતો માંડી રહ્યા છે. તેમની દલીલમાં મુખ્ય જોઈએ તો શંકરસિંહ વાઘેલાના વફાદારોને પ્રથમ તેઓ વિરોધ-પક્ષના નેતા હતા ત્યારથી એક પછી એક ભાજપમાં મોકલી આપ્યા કેટલાંકને એમ જ તો કેટલાક જશાભાઈ બારડ જવા જેવા ભાજપમાં મંત્રી પણ છે. ત્યાર પછી બીજેપીને બીજા તબકકામાં રાજયસભા વખતે વેવાઈથી લઈને અન્ય્ ૧૪ ને ભાજપમાં મોકલી પોતાની બાજી ખુલ્લી કરી, જો કે ખુલ્લી થઈ ગઈ હોય તેવું ગણાય. જેથી જીપીપી જેવા પક્ષ દ્વારા થયેલ ફાયદો કોંગ્રેસને તોડવાનો હવે શકય બનતો લાગતો નથી અને જે કંઈ નુકશાન થશે તે ભાજપને થશે તેવું જ લાગે છે. હવે મહેન્દ્રસિંહ વાઘેલા માટે શું કરવું ભાજપના કાર્યાલયોમાં જઈને પણ હાલ તો ભાજપ પક્ષ જોઈન્ટ કરી શકયા નથી. વળી પત્રકાર પરિષદમાં પત્રકારોએ શંકરસિંહને અરિસો બતાવ્યો તો ગુસ્સે થઈ ગયા હતા. પરંતુ તેમની યાત્રાની શરૂઆત કે પછી કોઈ તેમની સાથે જવામાં કે પછી જનવિકલ્પના નામે પ્રજાનો સાથ હોવાની વાતોમાં હાલતો કાંઈ દમ હોય તેવું લાગતું નથી અને પછી ગમે તે સમીયાણો માંડીએ અને તેમને છૂટ છેવટે તો ભાજપના વોટ તોડવા સિવાય કંઈ નહીં કરી શકે તે વાત સ્પષ્ટ થતી જાય છે.
જનવિકલ્પ – વચને શુ કિં દરીદ્રમ કયાં આવવાના છીએ તે વચન પાળવાનું છે
કહેવાય છે કે તે ખાલી વવચનો જ આપવાના હોય અથવા બોલીને જ કહેવાનું હોય તો શા માટે ગરીબ જેવું છૂટથી લ્હાણી કરવી જોઈએ તેવું જનવિકલ્પ લઈને ચાલેલા લોકોની વાત સાથે મેળ બેસે છે. દરેકને ફોરજી ફોનની વાત હોય કે અન્ય વચનો આપવામાં શું વાંધો છે? ખબર છે કે એકપણ બેઠક આવવાની નથી તો પછી શા માટે પાછા પડવું અને એ વાતને નાતે તેમની વાતો ફકત હવામાં હોય તેવું લાગે છે. તે પણ સાચુ છે કારણ કે કારણ કે તેમને કયારેય તે વચનો પુરા કરવાનું આવવાનું જ નથી.
ઉલટાનું કાળા નાણા શોધનારે આ તમામ રાજકીય પાર્ટીઓ પાછળના નાણાનું સત્ય ઉજાગર કરવું જરૂરી છે. કે આ પૈસા કોણ આપે છે અને કયાંથી આવે છે. એની પાછળનો ખર્ચ કયા એકાઉન્ટમાંથી પડે છે.
બાકી ચૂંટણીઓ આવે એટલે આવા નાણાં અદૃશ્ય નાણા તેને પછી કાળા કહો કે ધોળા પણ તેમની રેલમછેલ થતી હોય છે. ચૂંટણીપંચ અને નિયમો તેની જગ્યાએ છે. છતાં ખુલ્લેઆમ લાખો કરોડોનો ખર્ચ થવા પાછળ અને કરવા પાછળના તત્વોને કોઈ પકડી શકતું નથી. કારણ કે આવભાઈ હરખા આપણે બે સરખાને નાતે કોઈ કોઈની પોલ ખોલવા તૈયાર નથી. એટલે જ બંન્ને ચુપ રહી રાજકીય વગનો ઉપયોગ કરીને આવા કાળા નાણાંના કાળા કામ કરી શકે છે. બાકી પકડવું હોય તો એટલુ જ સહેલું પણ છે.
જે પાર્ટીને મદદ જોઈતી હોય તે પાર્ટી આની પાછળનો ખર્ચ ઉઠાવતી હોય તેવી પરંપરા હોય છે. જન વિકલ્પના વચનો અને તેની પાછળનો થનાર ખર્ચ કોનો ? તે શોધવો પહેલાં જરૂરી છે.
બુલેટ ટ્રેનનું સત્ય અને ગુજરાતી શાણાંની દલીલો વિચારતા કરી મુકે
બુલેટ ટ્રેનનું ખાત મુહુર્ત એ ગુજરાતમાં આવનારા ચૂંટણીઓનો લાભ લેવાનો જ એક પ્રયત્ન હોય તેમ જોવામાં આવે છે. પરંતુ ગુજરાતીને શાણો વેપારી એટલા માટે કહ્યો છે કે મનની વાત પછી પરંતુ જાપાની ટ્રેનની વેપારી પુછપરછ કરીએ તો તેનું ડીસકસન ગુજરાતી શાણાંએ કર્યુ તે વિચારતા કરી મુકે તેવું છે.
એક દલીલ જોઈએ તો બુલેટ ટ્રેનનું ભાડું રૂ. ૪૦૦૦ અને ત્રણ થી સાડા ત્રણ કલાક લાગે તેની સામે ગુજરાતી વેપારી બુધ્ધિએ દલીલ કરી કે પ્લેનનું ભાડુ ઓછું છે અને ૪૦ મિનિટમાં પહોંચી જવા છે તો એવો કોઈ ગુજરાતી મળશે જે ખોટનો ધંધો કરી બુલેટ ટ્રેનમાં બેસી જાય..
બીજી દલીલ કે હજી મેટ્રો શરૂ થઈ નથી. ત્યાં બુલેટ ટ્રેન ચાલુ થશે કે કેમ તે પણ શંકા છે. અગાઉ આ વડાપ્રધાને મનમોહનના મહેમાન બનીને આ ટ્રેનના કરારો કર્યો હતા. તેના કરતાં ફરીવારના મોદી સાહેબના કરારો ૩૦ હજાર કરોડ મોંઘા પડયા છે. તો અગાઉની સસ્તી ટ્રેન શરૂ થઈ શકી ન હતી અને તે ટ્રેનના કરારો હયાત હતા ત્યારના ત્રણ વૃષ મોદી શાસન હતું તો પણ કશું ન કરાયું અને ચૂંટણી ટાણે શા માટે ? ગુજરાતી ગણિત એટલું કાચુ થઈ ગયું છે.
ત્રીજું તેમના જ ટ્રાન્સપોર્ટ મીનીસ્ટરની દલીલ લઈને ગુજરાતીએ કહ્યું કે મુંબઈ સુધીનો એકસપ્રેસ હાઈવે ત્રણ કલાકમાં પહોંચાડી દેશે તો તે વખતે તે હાઈવે પરની વોલ્વો આલીશાન એસી બસમાં રૂ. ૧૦૦૦ – ૧પ૦૦ ના ભાડામાં ત્રણ કલાકમાં બેસીને ન જવુ ? કે પછી એક આલીશાન કારમાં પાંચ જણાના શેરીંગ વચ્ચે ડ્રાઈવ કરીને મુંબઈ જવું કે જેથી તેટલો પણ ખર્ચ ના અવે આમ બુલેટ ટ્રેનનું સત્ય ગુજરાતી વેપારી પ્રજાએ રીવર્સ અસલ બુલેટ જેવી દલીલોથી જાણ બુલેટ ટ્રેનનું જ ખૂન કરી નાખ્યું છે કે શું !!