પ્લાસ્ટિક પાર્ક માટે મુખ્યમંત્રીના હસ્તે 577 પ્લોટની વર્ચ્યુઅલ ફાળવણી કરવામા આવી, ગ્રાન્ટ ના મળતા અંતિમઘડીએ પ્લોટના ભાવ વધ્યા

122

ભાવનગરમાં નવી જીઆઈડીસીમાં 50 ટકા જમીન ફાળવવામાં આવતા પ્લાસ્ટિક ઉધોગ વેગ મળશે – પ્રમુખ ભુપતભાઈ વ્યાસ
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ભાવનગરના વિકાસના દ્વાર ખુલે અને ભાવનગરને નવા ઉદ્યોગો મળે તેવા હેતુ થી શહેર નજીક આવેલા નારી ગામે નવી GIDC સ્થાપવાની જાહેરાત કરી હતી. જેમાં ખાસ ભાવનગરની જીવાદોરી સમાન ત્રણ ઉદ્યોગ અલંગ, ડાયમંડ અને પ્લાસ્ટિક માંથી એક ઉદ્યોગ માટે નવી દિશા અને રાહ મળે તે માટે પ્લાસ્ટિક પાર્ક બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવી હતી. જે પ્લોટની ફાળવવાની માટે આજે ચિત્રા GIDC હોલ ખાતે મુખ્યમંત્રી દ્વારા વર્ચ્યાલ ડ્રો કરી ફાળવણી કરવામાં આવી હતી. નારી જીઆઇડીસીમાં પ્લોટ માટે ઓનલાઇન મુખ્યમંત્રીના હસ્તે પ્લોટ ફાળવણીના ડ્રોનું વર્ચ્યુઅલ આયોજન ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસો. હોલમાં કરાયું હતું. જેમાં કુલ 577 પ્લોટ માટે 800 કરતા વધુ અરજીઓ આવી હતી. જેનો ડ્રો યોજાયા બાદ પ્લોટ ધારકોને મોબાઈલમાં મેસેજ કે પછી વેબસાઈટ પર લિસ્ટ મુકવામાં આવ્યું હતું. આ ફાળવણીની પૂર્વ સંધ્યાએ જ આ ઔદ્યોગિક વિસ્તારમાં કેન્દ્ર સરકાર દ્વારા મળનારી રૂ.46 કરોડની ગ્રાન્ટ ન મળતા છેલ્લી ઘડીને પ્લોટના ભાવમાં 15 ટકાનો વધારો ઝિંકાયો છે. એક તરફ સરકાર ઉદ્યોગો માટે પ્રોત્સાહનની મોટી વાતો કરે છે ત્યારે રાજ્ય અને કેન્દ્રમાં ભાજપનું બહુમત સરકારનું શાસન હોવા છતાં ભાવનગરમાં આ નારી જીઆઇડીસીના પ્લોટના ભાવમાં છેક અંતિમ ઘડીને 15 ટકાનો ભાવ વધારો થતા ઉદ્યોગકારોને આ મુશ્કેલ સ્થિતિમાં પડ્યા ઉપર પાટા સમાન આ નિર્ણય બની રહ્યો છે.

જીઆઇડીસી દ્વારા નારી જીઆઇડીસીની પ્લોટ ફાળવણીની જાહેરાત તો છેલ્લાં બે-ત્રણ વર્ષથી થતી હતી. અને કોઇ નિર્ણય થતો ન હતો. ત્યારે આખરે આજે ઓનલાઇન પ્લોટ ફાવળણી માટેની જાહેરાત થયાની સાથે જ પ્લોટના ભાવમાં 15 ટકાના વધારાની સમાચાર પણ આવ્યાં છે. જે ભાવનગરના ઉદ્યોગ ક્ષેત્રે વિકાસકૂચને સ્પિડ બ્રેકર સમાન બની રહેશે. આ માટે કારણ આપવામાં આવ્યું છે કે કેન્દ્ર દ્વારા જે મળવાપાત્ર રૂ.46 કરોડની ગ્રાન્ટ હતી તે ન મળતા આ ભાવવધારો કરાવાની ફરજ પડી છે. પણ જ્યારે રાજ્ય અને કેન્દ્ર બન્નેમાં એક ભાજપની જ બહુમતની સરકાર હોય ઉપરાંત કેન્દ્રીય મંત્રી અને કેબિનેટ મંત્રી પણ ભાવનગરના જ હોવા છતાં જો ગ્રાન્ટ મળે તો તેમાં તો ચોક્કસ ભાવનગરની સ્થાનિક નેતાગીરી જ નબળી પૂરવાર સાબિત થાય છે. અગાઉ રૂપાણી સરકારે નિયત કરેલા ભાવમાં હાલની ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે કર્યો છે. નારી જીઆઇડીસીમાં પ્લોટ માટે અરજી કરી હોય તેવા અરજદારોને જણાવાયું છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે તથા જીઆઇડીસીના ચેરમેન તથા વીસી તેમજ એમડીના અધ્યક્ષસ્થાને ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલ ખાતે ઓનલાઇન પ્લોટ ફાળવણીના ડ્રોનું વર્ચ્યુઅલ આયોજન કરાયું છે.આ નારી જીઆઇડીસીમાં ઓનલાઇન પ્લોટ ફાળવણી માટે અરજી કરનારાને પોતાના મોબાઇલ નંબર તથા ઇ-મેઇલથી તેમજ http: //www.facebook.com/gidconlinedraw/ અથવા http://yiutube/9-0JMrCR2xc પરથી ડ્રો પૂર્ણ થયા બાદ માહિતી મળી શકશે તેમ ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રમુખ દિલીપભાઇ કામાણીએ જણાવ્યું છે.

Previous articleનવા રંગોની ભાત: ‘ઝગમગ’
Next articleભાવનગરનું ભંડાર ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત, જૂથ ગ્રામ પંચાયતના કારણે વિકાસ રૂંધાયો હોવાનો ગામલોકોનો દાવો