ફરી એક વખત વિદેસી ભૂમિ પર ભારતનો ડંકો વાગ્યો : ભૂતાને મિત્રતા-આંતરિક સહયોગ માટે પુરસ્કાર આપ્યો
નવી દિલ્હી, તા.૧૭
ફરી એક વખત વિદેશમાં ભારતનો ડંકો વાગ્યો છે. ભૂતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોતાના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર વડે સન્માન કર્યું છે. ભૂતાનના વડાપ્રધાને ટિ્વટરના માધ્યમથી આ અંગેની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીને ભૂતાનના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર નગાડગ પેલ ગી ખોરલોવડે સન્માનિત કરવામાં આવ્યા છે. ભૂતાને મિત્રતા અને આંતરિક સહયોગ માટે વડાપ્રધાન મોદીને આ પુરસ્કાર આપ્યો છે. ભૂતાન સરકારે જણાવ્યું કે, મહામારી દરમિયાન વડાપ્રધાન મોદીએ સહયોગ આપ્યો. ભૂતાને આ પુરસ્કાર માટે પોતાના લોકો તરફથી શુભેચ્છા આપતા જણાવ્યું કે, તેમને હંમેશા એક મહાન અને આધ્યાત્મિક મનુષ્ય તરીકે જોયા છે. ભૂતાને વડાપ્રધાન મોદીને તેમના દેશ પધારવા માટેનું આમંત્રણ પણ આપ્યું છે.
આ પહેલી વખત નથી બન્યું જ્યારે કોઈ દેશે વડાપ્રધાનને પોતાનું સર્વોચ્ય નાગરિક સન્માન એનાયત કર્યું હોય. અગાઉ પણ યુએઈ, માલદીવ્સ અને રશિયા જેવા દેશે તેમને સન્માનિત કર્યા છે.
– ૨૦૧૬માં સાઉદી અરેબિયાએ પીએમ મોદીને પોતાનો સર્વોચ્ય નાગરિક પુરસ્કાર કિંગ અબ્દુલાઝીઝ સાસ એવોર્ડ એનાયત કર્યો હતો. તે જ વર્ષે અફઘાનિસ્તાને પણ સર્વોચ્ય નાગરિક સન્માન ગાઝી અમિર અમનુલ્લાહ ખાનએનાયત કર્યું હતું. – ફેબ્રુઆરી ૨૦૧૮માં પેલેસ્ટાઈને પીએમ મોદીને પોતાના સર્વોચ્ય નાગરિક સન્માન ય્ટ્ઠિહઙ્ઘ ર્ઝ્રઙ્મઙ્મટ્ઠિ વડે સન્માનિત કર્યા હતા. તે જ વર્ષે દક્ષિણ કોરિયાએ તેમનું સિયોલ પીસ પ્રાઈઝવડે સન્માન કર્યું હતું. પર્યાવરણ ક્ષેત્રે ઐતિહાસિક કામ કરવાને લઈ સંયુક્ત રાષ્ટ્રએ પીએમ મોદીનું ચેમ્પયન્સ ઓફ અર્થએવોર્ડ વડે સન્માન કર્યું હતું.
-૨૦૧૯માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને પોતાના દેશના સર્વોચ્ય નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એર્ન્ડ્યુ ધ એપોસ્ટેલ વડે સન્માનિત કર્યા હતા. -૨૦૧૯માં જ ેંછઈએ પણ પીએમ મોદીને પોતાના સર્વોચ્ય સન્માન ઝયાદ મેડલ વડે પુરસ્કૃત કર્યા હતા. તે જ વર્ષે માલદીવ્સે પણ તેમને પોતાનું સર્વોચ્ય સન્માન રુલ ઓફ ઈઝુદ્દીનએનાયત કર્યું હતું.