દિલ્હીમાં ૧૦ કેસ સાથે દેશમાં ઓમિક્રોનના કુલ કેસ ૯૭ થયા

102

૪૦ લોકોના સેમ્પલ્સ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા તેમાં ૧૦ લોકોમાં ઓમિક્રોનનું સંક્રમણ નોંધાયું
નવી દિલ્હી, તા.૧૭
કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના ૧૦ નવા સંક્રમિતો સામે આવ્યા છે. કુલ ૪૦ લોકોના સેમ્પલ્સ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. તેમાં ૧૦ લોકોમાં ઓમિક્રોનનું સંક્રમણ નોંધાયું છે. આ કારણે હવે દેશભરમાં ઓમિક્રોનના સંક્રમિતોની સંખ્યા વધીને ૯૭ થઈ ગઈ છે. દેશમાં ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા ૯૭ થઈ ગઈ છે અને દિલ્હીમાં સંક્રમિતોનો આંકડો ૨૦ થઈ ગયો છે. ગત રોજ કોરોનાના ૮૫ નવા કેસ સામે આવ્યા હતા જેમાંથી ૪૦ લોકોના સેમ્પલ્સ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા અને તેમાં નવા કેસ સામે આવ્યા છે. ગુરૂવારે જે સંક્રમિતો નોંધાયા તેમણે છેલ્લા ૪ મહિનાનો રેકોર્ડ બ્રેક કર્યો છે. તેવામાં ડોક્ટર્સ લોકોને વિશેષ સાવધાની રાખવા માટે કહી રહ્યા છે. દેશ-વિદેશમાં જે રીતે ઓમિક્રોનના નવા કેસ સામે આવી રહ્યા છે તે એક મોટા જોખમની ઘંટડી સમાન છે. યુકેમાં એક જ દિવસમાં રેકોર્ડ સમાન ૮૮,૩૭૬ કેસ નોંધાયા છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ સંક્રમણની ભયાનકતાને લઈ ચેતવણી આપી છે.

Previous articleવડાપ્રધાન મોદીને ભૂતાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર
Next articleભારતમાં કોરોનાનાં ૭,૪૪૭ નવા કેસ નોંધાયા ૩૯૧ નવા મૃત્યુ