તારીખ 14 અને 16 ડિસેમ્બરના રોજ ઉમરાળા ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચ પદના ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ કિશોરભાઈ હેજમની અનુક્રમે બાબુભાઈના ચોક અને રામવાડી વિસ્તારમાં યોજાયેલ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના દોઢ કલાકના પ્રવચનમાં ધર્મેન્દ્રભાઈએ માત્ર ઉમરાળા ગામના વિકાસ માટે જ તેઓને આ ક્ષેત્રમાં આવવું પડ્યું છે તેવા ઉદબોધનથી શુભારંભ કરતા તાળીઓના પ્રચંડ ધ્વનિ નાદથી તેમને વધાવી લેવામાં આવ્યા હતા. તેમને ગામની કાયાપલટ માટે જે 50 મુદ્દા રજૂ કર્યા તેનું વિવરણ સાંભળીને જ આમજનતા દંગ રહી ગઈ હતી. ઐતિહાસિક ઉમરાળાના ચૂંટણી પ્રચારમાં આ પ્રથમ બનાવ હતો કે જેમાં ગામના વિકાસ માટે આટલા બધા વચન આપવામાં આવ્યા હોય અને જો તે પૂરા ન થાય તો સરપંચની ખુરશી છોડવાનું વચન સામેલ હોય. વિરોધ પક્ષના ઉમેદવારો વિશે એક પણ કટુ વચન ન બોલીને તેમણે ખાનદાનીના દર્શન કરાવ્યા હતા. તેમના મધુર અને ગામ હિત લક્ષી પ્રવચનથી આકર્ષાયેલા મતદારોએ તેમને વિધાનસભા કે લોકસભાની ચૂંટણી લડતા ઉમેદવાર કરતા પણ પીઢ અને પરિપક્વ રાજકીય નેતાનું બિરુદ આપ્યું હતું. તેમને ગામના વિકાસ ઉપરાંત સામાજિક સમરસતા , કન્યા કેળવણી પર ભાર મૂક્યો હતો.ચૂંટણી મારા માટે એક અવસર છે અને તે હું ઉજવવા આવ્યો છું એમ કહી તેમણે લડવા શબ્દની બાદબાકી કરી આમજનતાના દિલ જીતી લીધા હતા. આધારભૂત સુત્રોની માહિતી તેમજ રાજકીય વિશ્લેષકોના મતાનુસાર ધર્મેન્દ્રભાઈ કે. હેજમ જંગી બહુમતીથી વિજયી બની ગામનું સુકાન સંભાળશે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.