રાજ્યની તમામ જેલનો ઈતિહાસ, કેદીઓની દિનચર્યા સાથેનું માહિતીસભર પુસ્તક રૂા.૨૦૦ની કિંમતે વેચાણ અર્થે મુકાયું
સમગ્ર રાજ્યની સાથોસાથ ભાવનગર જિલ્લા જેલનો ઈતિહાસ અને વર્તમાન દર્શાવતા પુસ્તકનું વિમોચન કરાયુ હતું. જેલનો ઈતિહાસ તેમજ સગવડો, કેદીઓની દિનચર્યા સહિતની માહિતી સાથેનું આ પુસ્તક રૂા.૨૦૦ની કિંમતે વેચાણ અર્થે મુકવામાં આવેલ છે.અધિક પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહિવટ, અમદાવાદની કચેરીના વડા ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન નીચે તાજેતરમાં ગુજરાતની જેલોનો ઇતિહાસ અને વર્તમાનની જેલોનો પ્રકાશ પાડવા બાબતે “ જેલ ઇતિહાસ અને વર્તમાન” પુસ્તકનું વિમોચન કરવામાં આવેલ છે. આ પુસ્તક ભાવનગર જિલ્લા જેલની કચેરી ખાતેથી તથા જેલ ઉદ્યોગ વેચાણ કેન્દ્ર ખાતેથી અંકે રૂ.૨૦૦/- માં આ પુસ્તક જાહેર જનતા માટે વેચાણ અર્થે મુકવામાં આવેલ છે. આ પુસ્તકમાં ગુજરાતની તમામ જેલનો ઇતિહાસ, લાક્ષણિકતા તથા જેલમાં રહેલ કેદીઓની દિનચર્યા તથા તેમની પ્રવુત્તીઓ તથા તેમને આપવામાં આવતી સગવડો, ખોરાક વગેરેનો પ્રકાશ પાડવામાં આવેલ છે તથા કોરોના કાળમાં જેલ વિભાગે સાવચેતીના પગલા રૂપે કરેલ કામગીરીની વિગત તથા અન્ય વિગતોનું છણાવટ પુર્વકની માહિતી પુરી પાડવામાં આવેલ છે.