૨૪ કલાકમાં જ રાત્રીનું તાપમાન ૫.૪ ડિગ્રી વધ્યું

110

રાજ્યભરમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. સાથો સાથ ભાવનગરમાં પણ ઠંડી પડી રહી છે ગઈકાલે ભાવનગરમાં ૧૧.૩ ડિગ્રી સાથે સિઝનનું સૌથી ઠંડો દિવસ રહ્યા બાદ ૨૪ કલાકમાં જ રાત્રીનું તાપમાન ૫.૪ ડિગ્રી વધી જતા લઘુત્તમ તાપમાન ૧૬.૭ ડિગ્રી થઈ જવા પામ્યુ છે. રાત્રીના તાપમાનમાં થઈ રહેલા મોટા ફેરફારોના કારણે શરદી-તાવ સહિતના રોગચાળા પણ માથુ ઉંચકી રહ્યા છે. દિવસનું તાપમાન ૨૫.૫ ડિગ્રી રહ્યું હતું. અને સરેરાશ ૯.કી.મી ઝડપે પવન ફુકાયો હતો.

Previous articleભાવનગર જિલ્લા જેલનો ઈતિહાસ અને વર્તમાન, પુસ્તકનું વિમોચન
Next articleઆજે કોરોનાનો નવો એક કેસ નોંધાયો, ૭ દર્દીઓ ડીસ્ચાર્જ થયા