દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, દેશમાં નોંધાતા કુલ કેસના ૫૦ ટકાથી વધારે કેસ હજુ કેરળમાં નોંધાઈ રહ્યા છે
નવી દિલ્હી,તા.૧૮
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૨૧માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૭૧૪૫ નવા કેસ નોંધાયા છે અને ૨૮૯ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૮૭૦૬ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૫૬૯ દિવસના નીચલા સ્તર ૮૪,૫૬૫ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૪૯૬૬ કેસ નોંધાયા છે અને ૨૪૩ સંક્રમિતોના મોત થયા છે. ૧૭ ડિસેમ્બરે ૭૪૪૭ નવા કોરોના કેસ નોંધાયા હતા અને ૩૯૧ સંક્રમિતોના મોત થયા હતા. ૧૬ ડિસેમ્બરે ૭૯૭૪ નવા કેસ અને ૩૪૩ સંક્રમિતોના મોત થયા હતા. ૧૫ ડિસેમ્બરે ૬૯૮૪ નવા કોરોના કેસ નોંધાયા હતા અને ૨૪૭ લોકોના મોત થયા હતા. ૧૪ ડિસેમ્બરે ૫૭૮૪ નવા કેસ અને ૨૫૨ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૧૩ ડિસેમ્બરે ૭૩૫૦ નવા કેસ અને ૨૦૨ લોકોના મોત થયા હતા. ૧૨ ડિસેમ્બરે ૭૭૭૪ નવા કેસ નોંધાયા હતા અને ૩૦૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં ૧૩૬,૬૬,૦૫,૧૭૩ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૬૨,૦૬,૨૪૪ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૧૨,૪૫,૪૦૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે.