ઈસ્લામ ધર્મના મહાન પયંગમ્બર અને અવલ્લ આખીર નબી એવા (સ.અ.વ.)ના પ્યારા નવાસાએ ઈમામ હુસૈન અને ઈમામ હસન તથા ૭૨ શહિદોની યાદમાં ઉજવાતો તહેવાર એટલે મરોહમ ઉલ હરમ નિમિત્તે રાજુલામાં ઠેકઠેકાણે કે જ્યા મુસ્લીમ વિસ્તારો આવેલા છે ત્યાં શાનદાર આયોજન.
નબીએ કરીમ (સ.અ.વ.)ના નવાસા અને ૭૨ જાનીસાર સાથીઓ કે જેમણે પોતાના નાના જાનની ઉમ્મત અને ઈસ્લામ ધર્મને બચાવવા માટે થઈને મેદાને કરબલામાં દિવસ રાસ ભુખ્યા તરસ્યા રહિને શહિદો વ્હોરનાર કે જેણે ઈસ્લામ ધર્મ શરતોનું પાલન કર્યુ તે શોહદાએ કરબલાની યાદમાં ઉજવાતા મરોહમ નિમિત્તે રાજુલામાં આવેલ મુસ્લીમ વિસ્તારો જેવા કે બિડી કામદાર ડોળીનો પટ, તવકલનગર, સલાટ વાડા, સહિતના તમામ વિસ્તારો રોશનીથી શણગારીને શબીલે હુસેનના અવનવા ફલોટસ (રોજા)બનાવીને મુકાયા છે. તેમજ દરેક વિસ્તારમાં દિવસ દરમિયાન માસુમ બાળકોને શરબત વિતરણ અને મહિલાઓની મહેફિલએ મીલાદ તથા રાત્રી દરમિયાન પુરૂલ અને મહિલાઓની મહેફીલો યોજવામાં આવે છે અને મોલવી સાહેબો દ્વારા શોહદાએ કરબલાનુ વિશેષ બયાનાત અને સલાતો સલ્લામ પેશ કરીને સંભળાવવામાં આવે છે. અને બાદમાં નિપાજ તકસીમ કરાય છે. ત્યારે બિડી કામદાર વિસ્તારમાં પણ શબિર બાપુ ઉનાવાળાની તકરીરનું આયોજન થયેલ છે. ત્થા હુસેની કમિટીના સભ્યો ફારૂકભાઈ જોખીયા, અસ્લમભાઈ સદસ્ય (ન.પા.)પ્રમુખ નુરૂભાઈ જાખરા, મુન્નાભાઈ ઉન્નડ જામ, રાજુભાઈ જાખરા, આસીફભાઈ જોખીયા દ્વારા સમગ્ર કાર્યક્રમો સંચાલન કરાય છે. અને રઝા ગૃપ બિડી કામદાર દ્વારા શબીલે હુસેન પર બનાવવામાં આવેલ આલા હઝરત અને દિવાનશા બાવાના રોજા (ફલોર્ટસ)આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. અહિ રજા ગૃપના શબીર જોખીયા, ઈમરામ જાખરા, અફજલ, પઠાણ સમીર જોખીયા, યાસીન જોખીયા, સહિતના યુવાનો અહિ રોજ સાંજે માસુમ બાળકોને શરબત અને નિયાજ તકસીમ કરે છે.