ભાવનગર,તા.૧૯
ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય,પેટા અને મધ્યસત્ર મળી કુલ ૨૪૪ ગ્રામ પંચાયતની ચૂંટણી આજે યોજાઇ છે. આ ચૂંટણીમાં ૪૧૪૨ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૬.૦૮ ટકા મતદાન થયું છે. જિલ્લામાં ૨૪૪ ગ્રામ પંચાયતની ચૂંટણી આજે યોજાઇ છે. જેમાં ૨૨૨ સામાન્ય ગ્રામ પંચાયત, ૧૯ ગામોમાં પેટા ચૂંટણી અને ૩ ગામમાં મધ્યસત્ર ચૂંટણી થશે. જિલ્લામાં ૪૧૪૨ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં સામાન્ય ગ્રામ પંચાયતની ચૂ઼ટણીમાં ૪૦૪૪ ઉમેદવાર મેદાનમાં રહ્યાં છે. જેમાં સરપંચ પદના ૫૮૫ અને વોર્ડ સભ્ય પદના ૩૪૫૯ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આજની આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઈ અનિચ્છય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને દરેક બુથ પર પોલીસ જવાનો તૈનાય કરાયા હતા. અને એસપી સફી હસન પણ ખુદ દેખરેખ કરતા નજરે ચડ્યા હતા.