ગીર-સોમનાથ જીલ્લાના ગાઢ પડોશી એવો સંઘ પ્રદેશ દીવ પોર્ટુગીઝ શાશનથી મુક્ત કરવામાં તે સમયે ના સોરઠ પોલીસનું પણ મહત્વનું યોગદાન છે.
ભારતીય સંસદે દિવને મુક્ત કરવા માટે ઠરાવ કરતા સવારે ૧૧ વાગ્યે લશ્કરની પ્રથમ ખાસ ટ્રેન ઉના સ્ટેશને આવી પહોંચી હતી અને ખેતરોમાં છાવણી કરી હતી.
બપોરે બાર વાગ્યે બીજી ટ્રેન આવી જેમાં ત્રણ તોતીંગ એન્જીનો લગાડાયા હતા આ ટ્રેનમાં દારૂગોળો, ટેન્કો-તોપો-સેંકડો ટનની યુધ્ધ સામગ્રીઓ હતી. ૧૩મીએ લશ્કરના ખટારા આવ્યા ૧૪મીએ મીલીટરીની એક વધુ ટ્રેન આવી અને ૧૬ તારીખે સંપૂર્ણ બરાબર ગોઠવાઈ
જતા આલબેલ હુકમની રાહ જોવાઈ અને ૧૭ મીએ સવારે હુકમ આવ્યો કે, માર્ચ કરો…. મીલીટરી સૈનિકો એહમદપુર માંડવી-વાંસોજ હદમાં રાત્રે દોઢ વાગ્યે દાખલ થયા અને ફીરંગીઓના કાતીલ બોંબમારા સામે ભારતીય ઈન્ડિયન એરફોર્સ પણ વળતો જવાબ આપ્યો અને અંતે સવારે ૧૧ વાગ્યે દિવ આઝાદ થયું.
દિવના આ મુક્તિ સંગ્રામમાં તત્કાલીન જૂનાગઢ જીલ્લાના પોલીસ વડા મજબૂતસિંહ જાડેજા અને સોરઠ પોલિસની કાબીલે દાદ કામગીરી હતી કારણ કે લશ્કરને આ . વિભાગની ભૂગોળની કે સામા પક્ષની શક્તિની પુરેપુરી જાણકારી ન હતી જે કામ સોરઠ પોલીસે બજાવ્યું અને ઓછી વારીએ જંગ સફળ થાય તેવી મજબૂત વ્યુહ રચનામાં મદદગાર બન્યું જખ્મી સૈનિકો માટે ઉનાના જૂવાનોના સહકારથી રક્તદાન કરાયું રાત્રે જ્યારે ખબર પડી ત્યારે દિવાળી જેવો માહોલ સર્જાયો આ વિજથી સૈન્યના બ્રિગેડયર જશવંતસિંગ, જયાબેન શાહ, ડીએસપી મજબૂતસિંહ જાડેજા અને કલેક્ટર તત્કાલીન મથુરાદાસ ઉપસ્થિત રહી સૈન્યનું વિજય સ્વાગત કર્યું હતું. સોરઠ અને ભાવનગર પંથકના અનેક કાર્યકરોએ દિવમક્તિ માટે સત્યાગ્રહ પણ કર્યા હતા.
વિશેષવાત એ રહી દિવ મુક્ત થયા બાદ દિવના પ્રથમ એડમીનીસ્ટરતરીકે પ્રભાસ પાટણ ના નાગર સદગુસ્થ હાલ સ્વર્ગસ્થ પ્રેમસુખભાઈ વૈદ્યની ભારત સરકારે નિમણૂંક કરી હતી અનેતેને સુપેરે પાર પાડી હતી.
આસી.પ્રો.ડો સચિન જે પીઠડીયા
G.E.S class 2
સરકારી વિનયન કોલેજ -ભેસાણ