ઓમિક્રોનના દર્દી ત્રણ જ દિવસમાં ડબલ થઇ રહ્યા છે

107

ભારતના માથે જોખમ વધ્યું : અનેક દેશોમાં ઓમિક્રોનનું સંક્રમણ ઝડપથી પ્રસરી રહ્યું છે, કેટલાક દેશો છે જ્યાં ગંભીર પરિસ્થિતિ પેદા થઇ ચૂકી છે
નવી દિલ્હી,તા.૧૯
ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ઓમિક્રોનનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે ઓમિક્રોનનું સંક્રમણ ઝડપથી પ્રસરે છે અને લગભગ દોઢથી ત્રણ દિવસની અંદર જ દર્દીઓની સંખ્યા બમણી થતી જાય છે. ભારતમાં પણ જોતજોતમાં ઓમિક્રોનના દર્દી વધીને ૧૨૦ની ઉપર થઇ ગયા છે. એવામાં ઉર્ૐં સહિત દુનિયાભરના વૈજ્ઞાનિકો ઓમિક્રોન લઇને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેઓના મત મુજબ આ જ રીતે કેસ વધતાં રહ્યા તો વિશ્વસ્તરે કોરોનાની ત્રીજી લહેર જલ્દીથી પ્રસરે શકે છે. ભારતમાં પણ ઓમિક્રોનના વધી રહેલા દર્દીઓ વચ્ચે નેશનલ કોવિડ-૧૯ સુપરમોડલ કમિટીના ચીફ વિદ્યાસાગરે ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરી દીધી છે. તેમના મુજબ આગામી વર્ષની શરૂઆતમાં જ કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે જે ફેબ્રુઆરીમાં એની ચરમ સીમાએ પહોંચી શકે છે. વિદ્યાસાગરનું કહેવુ છે કે સીરો સર્વે મુજબ વસ્તીનો બહુ ઓછો હિસ્સો બચ્યો છે જે ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયો નથી. એવામાં ત્રીજી લહેર બીજી લહેર જેટલી ખતરનાક નહીં હોય. જોકે ભારતમાં માટે રાહત સમાન વાત એ પણ છે કે, કુલ વસતીના બહુ મોટા હિસ્સાનું રસીકરણ થઇ ગયું છે. આ સાથે ઉર્ૐંના તાજેતરના અહેવાલથી ભારતની ચિંતામાં વધારો થયો છે. સંગઠનનું કહેવુ છે કે, ઓમિક્રોન એ દેશમાં ડેલ્ટા વેરિયન્ટની સરખામણીએ ઝડપથી ફેલાઇ શકે છે જ્યા કોમ્યૂનિટી ટ્રાન્સમિશન જોવા મળ્યું હતું. એવા દેશોમાં પણે ઓમિક્રોન ઝડપથી ફેલાઇ શકે છે જ્યાં મોટા પ્રમાણમાં વસતીનું રસીકરણ થઇ ચૂકયું છે. ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન આ પરિસ્થિતિ જોવા મળી હતી. સ્પષ્ટ શબ્દોમાં સમજીએ તો જ્યાં વસતીનું પ્રમાણ વધારે છે એવા દેશોમાં ઓમિક્રોનનું સંક્રમણ ફેલાવા જોખમ વધારે છે. વિશ્વસ્તરે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ઓમિક્રોન ત્રીજી લહેર માટે કારણ બની શકે છે. હાલમાં દુનિયાભરના દેશો ઓમિક્રોન વેરિયન્ટ પર રિસર્ચ કરી રહ્યા છે. તો બીજી તરફ દુનિયામાં હાજર મોટાભાગની કોરોના વેક્સીન ઓમિક્રોનના સંક્રમણ સામે ઓછી પ્રભાવિત હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. ઓમિક્રોન વેરિયન્ટ એવા લોકોને પણ શિકાર બનાવી રહ્યું છે, જેઓ પહેલા જ કોરોના રસીના બંને ડોઝ લઇ ચૂક્યા હોય.

Previous articleઉ.ભારતમાં ઠંડીના ચમકારા વચ્ચે દિલ્હીમાં યલ્લો એલર્ટ
Next articleઓલ ઈન્ડિયા યોગાસન સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થિનીએ ગોલ્ડ મેડલ મેળવ્યો