ઓલ ઈન્ડિયા યોગાસન સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થિનીએ ગોલ્ડ મેડલ મેળવ્યો

105

એશિયન ગેમ યોગાસન માટે પસંદગી પામી ભાવનગરનું ગૌરવ વધાર્યું
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે એફ.વાય. બી.એ.માં અભ્યાસ કરતી છાયા વાઘેલાએ તાજેતરમાં નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા યોગાસન સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ યોગાસન સ્પર્ધા ગુજરાતના અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી. જેમાં 22 રાજ્યોના 215 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની વિધાર્થિની છાયા વાઘેલાએ સમગ્ર સ્પર્ધા દરમિયાન ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. છાયા વાઘેલાએ સમગ્ર સ્પર્ધા દરમિયાન ઉત્કૃષ્ઠ પ્રદર્શન ને કારણે આગામી એશિયન ગેમ યોગાસન સ્પર્ધા માટે તેની પસંદગી કરવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા યોગાસન સ્પર્ધામાં ચેમ્પિયન બનવા બદલ અને એશિયન ગેમમાં પસંદગી પામવા બદલ કોલેજના ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleઓમિક્રોનના દર્દી ત્રણ જ દિવસમાં ડબલ થઇ રહ્યા છે
Next articleભાવનગર કૉંગ્રેસ દ્વારા કલેકટર ઓફિસ ખાતે ધરણા યોજતા પોલીસે અટકાયત કરી