ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ -ગાઈડ સંઘ દ્વારા આયોજિત અને ગુજરાત ટુરીઝમના સહયોગથી તા.૧૮ને શનિવારે સાંજે ૫ થી ૮ દક્ષિણામૂર્તિ બાલ પમરાટ રંગ મંચ પર અભિવ્યકિત ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરની જુદી જુદી ૧૫ શાળાઓ અને સંસ્થાઓના મળી ૨૫૦ જેટલા સ્કાઉટ-ગાઈડે ૧૭ જેટલી કૃતિઓ રજૂ કરી હતી. સ્કાઉટ ગાઈડ પ્રાર્થનાથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો અને સાથે હાલમાં જ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં શહીદ થયેલ સૈન્ય અધિકારીઓ સહિતનાને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શિશિરભાઈ ત્રિવેદી, પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, શિક્ષણ સમિતિના ડેપ્યુટી ચેરમેન રાજદીપસિંહ જેઠવા, દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં નિયામક ઉપેન્દ્રભાઈ રાજપુરા સહિતનાએ પ્રોત્સાહક હાજરી આપી હતી તો વિવિધ શાળાઓના સંચાલકો અને પ્રિન્સિપાલની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ભાગ લેનાર તમામ સંસ્થાઓને સ્મૃતિ ચીનના અને તમામ બાળકોને પ્રમાણ પત્ર તથા અલ્પાહાર આપવામાં આવેલ.કાર્યક્રમને સફળ બનાવવામાં જિલ્લા મંત્રી અજય ભાઈ ભટ્ટ, ગાઈડ કમિશનર દર્શનાબેન ભટ્ટ તથા સિનિયર સ્કાઉટ ગાઈડ અને રોવર્સ રેન્જર્સ સહિતનાની જહેમત રહી હતી.