મુંબઈ,તા.૨૦
અજય દેવગણ અને કાજોલની દીકરી ન્યાસા બોલીવૂડની પોપ્યુલર અને ફેશનેબલ સ્ટાર કિડ્સ તરીકે સામે આવી રહી છે. ન્યાસા હજુ ફિલ્મોથી દૂર છે, પરંતુ તેમ છતા તે ચર્ચામાં રહેતી હોય છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. એટલું જ નહીં ન્યાસાના નામ પર ઈન્સ્ટાગ્રામ પર અનેક ફેન પેજ પણ બનેલા છે. હાલ ન્યાસા તેની કેટલીક તસવીરોને લઈને ચર્ચામાં છે. જે વાયરલ થઈ રહી છે. આમાંથી એક તસવીરમાં ન્યાસા રેડ કલરના બોડીકોન ડ્રેસમાં નજરે પડી રહી છે. તસવીરમાં તે દોસ્તો સાથે એક પોઝ આપતી નજરે પડી રહી છે. આ તસવીરમાં ન્યાસા ખૂબ જ ગોરજસ લાગી રહી છે અને એકદમ અલગ જ નજરે પડી રહી છે. ફેન્સ પણ તેની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી. અન્ય એક તસવીરમાં ન્યાસા બ્લેક ટોપમાં પોજ આપતી નજરે પડી રહી છે. આ તસવીરોને ન્યાસાના ફેન ક્લબે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, ન્યાસા હાલ સિંગાપોરમાં અભ્યાસ કરી રહી છે. તેણે મુંબઈની ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ન્યાસાનો જન્મ ૨૦ એપ્રિલ ૨૦૦૩માં થયો હતો. આ વર્ષે તેના ૧૮મા જન્મ દિવસે કાજોલે એક ખૂબ જ સુંદર પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં કાજોલે પહેલીવાર મા બન્યાના અનુભવ વિશે વાત કરી હતી. ન્યાસાની વાયરલ ફોટોને અત્યારસુધી ઈન્સ્ટાગ્રામ વર્લ્ડમાં ૨ હજારથી પણ વધુ લાઈક્સ મળી ચૂકી છે. તો એક યૂઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, તમે ખૂબ જ ક્યૂટ છો. બીજા એક યૂઝરે લખ્યું કે, ખૂબ જ સુંદર, પરફેક્ટ ગેંગ. એક અન્ય યૂઝરે લખ્યું કે, ન્યાસા તમે ખૂબ જ બ્યૂટિફૂલ અને સ્ટાઈલીશ છો. આ રીતે અન્ય બાકીના ફેન્સ પણ કાજોલ અજયની લાડલીની પ્રશંસા કરતા હાર્ટ અને ફાયરવાળી ઈમોજીસ ડ્રોપ કરતા નજરે પડ્યા હતા.