૧૩ દિવસના ૫૫ કલાકમાં દોઢસો કિમી ચાલીને પૂર્વ વિધાનસભા ક્ષેત્રના ૧૩૧ બુથોનો સંપર્ક કરવામાં આવ્યો
“બૂથ સંપર્ક (હર ઘર દસ્તક)” યાત્રાના કારણે લોકોની વચ્ચે, લોકોની સાથે અને લોકોની વહારે રહેતા ધારાસભ્ય તરીકે શ્રી વિભાવરીબેનનું નામ ચર્ચાઇ રહ્યું છે ત્યારે ઉ. સરદારનગર- તરસમિયા વોર્ડ ખાતે પોતાના મતવિસ્તારમાં ત્રીજા તબક્કાની બુથ સંપર્ક (હરઘર દસ્તક) યાત્રામાં લોકોએ તેમનું ભાવભર્યું સ્વાગત કરેલ. આ વોર્ડ ઘણો મોટો અને લાંબો હોયને શ્રી વિભાવરીબેને એક દિવસ વધારીને ચારને બદલે પાંચ દિવસ આ વોર્ડમાં યાત્રા કરેલ. રોજના આશરે ૧૫ થી ૧૬ હજાર પગલાં ચાલીને આશરે ૫૭ કિમિ જેટલી યાત્રા કરીને તેમણે ભાવનગર પૂર્વનો પચાસ ટકા મતવિસ્તારની યાત્રા પૂર્ણ કરેલ. કરચલિયા પરાના ૪૮ બૂથ, પીરછલ્લાના ૪૨ બૂથ અને ઉત્તર સરદારનગર વોર્ડના ૪૧ બૂથ મળીને કુલ ૧૩૧ જેટલા બુથોમાં ૧૩ દિવસના ૫૫ કલાક જેટલું ચાલીને તેમને ૧૫૦ કિમી જેટલી પદયાત્રા પૂર્ણ કરેલ. ત્રીજા તબક્કાની આ બુથ સંપર્ક (હરઘર દસ્તક) યાત્રાનું સમાપન ઓમકારેશ્વર મંદિર, ગાયત્રીનગર ખાતે થયું હતું. યાત્રા દરમ્યાન વોર્ડના તમામ બુથોના તમામ ઘરોને આવરી લેવામાં આવ્યા ત્યારે સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી વિસ્તારમાં દેશ માટે શહીદ થનાર પરેશભાઈ નાથાણીના પત્ની રસિલાબેન અને બે બાળકો સહિત તેમના પરિવારની મુલાકાત લીધેલ ત્યારે વાતાવરણ લાગણીસભર બની ગયેલ. ઉપરાંત શ્રી દીદીએ ફૌજી જયપાલસિંહ ગોહિલ, સૈન્યના નિવૃત આર્મી મેડિકલ ઓફિસર ડો. સુરજીતસિંહ સરવૈયા તેમજ ભારતીય સૈન્યના નિવૃત ટેન્ક ઓપરેટર સિદ્ધરાજસિંહ ચુડાસમાને રૂબરૂ મળીને તેમની દેશ સેવાની કામગીરીને બિરદાવેલ.દીદી તરીકે લોકમુખે અને દીકરી તરીકે વડીલોના લાડકા વિભાવરીબેન અન્ય લોકોની જેમ પ્રજાલક્ષી પ્રશ્નોથી ભાગવાની બદલે તેમનો ઉકેલ લાવવા હૃદયપૂર્વક પ્રયત્નો કરેલ, ઉપરાંત વોર્ડની સુખકારી માટે જે પરિવારના બધાજ સભ્યોએ કોરોના વેકસીનના બન્ને ડોઝ લીધા હોય, તેવા પરિવારનો સંપર્ક કરીને એ પરિવારને “મારો પરિવાર… સુરક્ષિત પરિવાર” હેઠળ આવરીને સંપૂર્ણ “વેકસીનેટેડ” જાહેર કરીને તે પરિવારના ઘરે “સ્ટિકર” લગાવીને તેઓને સન્માનીત કરેલ. વોર્ડમાં આવતા આદિવાસી પરિવારના લોકોએ પણ દીદીને ઉત્સાહ પૂર્વક આવકારેલ. આ “બૂથ સંપર્ક યાત્રા” (હર ઘર દસ્તક) માં ભાવનગર શહેર સંગઠન, વોર્ડના નગરસેવકો, વોર્ડ સંગઠન, વોર્ડના વિવિધ સેલ-મોરચાના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો અને વોર્ડમાં રહેતા શહેર સંગઠનના હોદેદારો, કાર્યકરો શુભેચ્છકો જોડાયા હતા તેમ ભાવનગર શહેર મીડિયાની યાદી જણાવે છે.