બહોળી સંખ્યામાં દર્દીઓએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો, સંતો અને મહાનુભાવોએ શુભકામના પાઠવેલ
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર શ્રી પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દ્વારા રેડક્રોસ ના ઉપ પ્રમુખ અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા સ્વ.પ્રતાપભાઈ તારાચંદ શાહ ની ૯૮ મી જન્મ તિથિ નિમિતે તા.૨૦/૧૨/૨૧ ને સોમવારે સવારે ૧૦ થી ૧ દરમિયાન શ્રી.પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી ચાલતા રેડક્રોસ સાર્વજનિક દવાખાના, પ્લોટ ન.૪૫, કે.પી.ઈ. એસ કોલેજ રોડ, ભગવતી સર્કલ પાસે, ચિન્મયાનંદ આશ્રમ ની બાજુમાં,કાળિયાબીડ, ભાવનગર ખાતે વિનામૂલ્યે જનરલ હેલ્થ ચેક-અપ કેમ્પ,બી.પી તેમજ ડાયાબિટીસ તપાસ અને કાઉન્સેલિંગ ,જરૂરી લેબોરેટરી રિપોર્ટ, ઈ. સી.જી કાર્ડિયોગ્રામ રિપોર્ટ,૧૦ થી ૩૩ વર્ષ ની દીકરીઓ માટે રૂબેલા રસીકરણ,શરીર ના દુખાવા અને સાંધા ના દુખાવા માટે ફિઝિયોથેરાપી સારવાર,ઈન્ડીયા રિનલ ફાઉન્ડેશન ના સહકાર થી કિડની ના રોગો માટે તપાસ અને માર્ગદર્શન વગેરે સેવાઓ આપવામાં આવેલ તેમજ દિવસ દરમ્યાન નીર્ ઙ્ઘ અને દવાઓ વિનામુલ્યે આપવામાં આવેલ કળિયાબીડ કેમ્પ સ્થળે થેલેસીમિયા રોગ થી પીડાતા બાળકો, હિમોફિલિયા અને કેન્સર ના દર્દીઓ ના લાભાર્થે સવારે ૧૦ થી ૧ દરમિયાન ૧૮ થી ૬૫ વર્ષ ની ઉમર ના રક્તદાતાઓ માટે રક્તદાન શિબિર નું આયોજન કરવા માં આવેલ. જેમાં રક્તદાન કરનાર રક્તદાતાઓ ને સન્માનિત કરવા માં આવેલ તેમજ રેડક્રોસ ભવન દીવાનપરા રોડ, બાર્ટન લાઈબ્રેરી ખાતે શ્રી.ઉતમ એન. ભુતા -રેડક્રોસ બ્લડ સેન્ટર (બ્લડ બેન્ક) દ્વારા રક્તદાન શિબિર સવારે ૯ થી સાંજે ૬ દરમિયાન યોજવામાં આવેલ, ઈન્ડિયા રિનલ ફાઉન્ડેશન દ્વારા કિડની ના રોગ થી પીડાતા જરૂરિયાતમંદ ૮૦ થી વધુ દર્દીઓ માટે રાશન કીટ નું વિતરણ તા.૨૦ ને સાંજે ૫ કલાકે રેડક્રોસભવન, દિવાનપરા રોડ,ભાવનગર ખાતે કરવામાં આવેલ, આ કેમ્પમાં સ્વામી ત્યાગવૈરાગ્યનંદજી, ગીરીશભાઈ શાહ, અશોકભાઈ શેઠ, ભરતભાઈ શાહ, રાજુભાઈ પંડ્યા, કિરીટભાઈ સોની, જીતુભાઇ ઉપાધ્યાય, લત્તાબેન શાહ, સમીરભાઈ શાહ, રીનાબેન શાહ, મિતુલભાઈ શાહ, હરેશભાઇ પરમાર, રાજુભાઈ રાબડીયા, તારકભાઇ શાહ, કુલદીપસિંહ ચુડાસમા વગેરે મેહમાનો ઉપસ્થિત રહેલ અને શુભકામના પાઠવેલ તેમજ રેડક્રોસ સોસાઈટીના ડો.મિલનભાઈ દવે , સુમિતભાઈ ઠક્કર, વર્ષાબેન લાલાણી , નરેન્દ્રભાઈ ત્રિવેદી, રોહિતભાઈ ભંડેરી, પરેશભાઈ ભટ્ટી, જગદીશભાઈ ત્રિવેદી, માધવભાઈ મજીઠીયા તેમજ સમગ્ર ટિમ ઉપસ્થિત રહેલ, આ કેમ્પમાં ડો.નિલેશભાઈ શાહ, ડો.મિલનભાઈ પારેખ, ડો.નાંદોલિયા સાહેબ , ડો. ઝાવેદ, ડો .જીગર પનોતે સેવા આપી આ માનવતાવાદી કાર્યમાં સહકાર આપેલ , બહોળી સંખ્યામાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો