ઘાસચારો ભરેલ ટ્રક ભડભડ સળગ્યો : ડ્રાઈવર દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો

105

ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો, રોડ ઉપર કલાકો સુધી ટ્રાફિક જામ થયો
બોટાદ જીલ્લાના રાણપુર-બરવાળા રોડ ઉપર તા.૨૦ના રોજ ભાલમાંથી ઘાસચારો ભરીને રાણપુર જતા આઈસરને ઘાચચારામાં વિકરાળ આગ લાગી ગઈ હતી. આ આગમાં આઈસર અને ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ રાણપુર-બરવાળા રોડ તા.૨૦નાં રોજ રાણપુરનાં રાજુભાઈ મફાભાઈ દેવીપૂજક પોતાના આઈસરમાં ભાલમાંથી ગાયો માટે ઘાસચારો ભરીને રાણપુર પોતાની વાડીએ જતા હતા તે દરમિયાન રાણપુર થી બરવાળા રોડ ઉપર બરવાળા રાણપુર ચોકડીથી બે કિલોમીટર દૂર આ આઈસરમાં ભરલો ઘાસચારામાં આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આઈસરને ઝપેટ લઇ લેતા આઈસર પણ બળીને ખાખ થઇ ગયું હતું. આ બનાવની જાણ બરવાળા ફાયરબ્રિગેડને થતા ફાયરબ્રિગેટનાં જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગમાં આઈસરનો ડ્રાઈવર પણ ઝપેટમાં આવી જતા તેની બોટાદ ખાતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે રોડ ઉપર ટ્રકમાં ભરેલ ઘાસમાં વિકરાળ આગ લાગતા રોડ ઉપર કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાનહવ્યવહાર ખોરવાયો હતો.

Previous articleશહેરના કુંભારવાડામાં જુગારની બાજી માંડી બેઠેલા ચાર જુગારી ઝડપાયા
Next articleદીપિકાની ફિલ્મ ગૂંચવાયેલા સંબંધાનું ઊંડાણ બતાવશે