હવે વિરાટ સેન્ચુરી પર સેન્ચુરી ફટકારશે : સુનીલ ગાવસ્કર

95

મુંબઇ,તા.૨૧
તાજેતરમાં વન-ડે ટીમની કેપ્ટન્સી પાછી ખેંચી લેનાર વિરાટ કોહલીએ સપ્ટેમ્બરમાં પોતે ટી-૨૦ની કેપ્ટન્સી છોડી દીધી છે. સાથે જ વિરાટનું બેટ ઘણાં સમયથી શાંત દેખાઈ રહ્યું છે. ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે, વિરાટને હવે મોટી ઈનિંગ્સ રમતો જોવા મળશે. વિરાટની બેટ સાથે છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી નવેમ્બર ૨૦૧૯માં બહાર આવી હતી. વિરાટ લાંબા સમયથી તેની ૭૧મી આંતરરાષ્ટ્રીય સદીની રાહ જોઈ રહ્યો છે.સુનીલ ગાવસ્કરનુ માનવું છે કે, કેપ્ટન્સીથી અલગ થવું વિરાટ કહોલી માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમણે જણાવ્યું કે, અમે સતત સદી ફટકારનાર વિરાટ કહોલીને જોઈ શકીએ છીએ ગાવસ્કરનું માનવું છે કે,વન-ડે અને ટી-૨૦ કેપ્ટન્સીના અભાવે વિરાટ કહોલી ખુલ્લા મનથી પોતાની રમતનો આનંદ માણી શકશે. વિરાટ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી ૭૦ સદી ફટકારી છે. વિરાટે ટેસ્ટ ફોર્મેટમાં ૨૪૫ વન ડે ઈનિંગમાં ૪૩ સદી અને ૧૬૪ ઈનિગ્સમાં ૨૭ સદી ફટકારી છે. વિરાટ કહોલીની છેલ્લી વન-ડે સદી ૨૦૧૯માં વેસ્ટ ઈન્ડિઝ સામે હતી. આ શ્રેણી ૨૦૧૯ના વર્લ્‌ડ કપ બાદ તરત જ રમાઈ હતી.ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર પણ નવા ચૂંટાયેલા વન ડે કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા કરી હતી. ગવાસ્કરે કહ્યું હતું કે, તેને રોહિત શર્મા પર પૂરો વિશ્વાસ છે. અને તે તેની આઈપીએલ ટીમની જેમ ભારત માટે સફળ કેપ્ટન સાબિત થશે. વિરાટ કોહલી હાલ ટીમ ઈન્ડિયા સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસે છે ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ સેન્ચુરિયન સાથે ૨૬મી ડિસેમ્બરે થશે. જો કે, રોહિત શર્માની ઈજાને કારણે આ શ્રેણીમાંથી બહાર છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ વિરાટની ૧૦૦મી ટેસ્ટ મેચ હશે.

Previous articleદીપિકાની ફિલ્મ ગૂંચવાયેલા સંબંધાનું ઊંડાણ બતાવશે
Next article૨૨ ડિસેમ્બરના રોજ ભારતીય મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ અયંગર રામાનુજની જન્મ જયંતિ પર રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે