ઘોઘાના માલપર ગામે વિના મૂલ્યે સુપર મેગા નિદાન કેમ્પ યોજાયો, 300 જેટલા દર્દીઓએ પ્રાથમિક સારવાર કરાવી

299

રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન યજ્ઞનું આયોજન કરાયું
ભાવનગરના ઘોઘા તાલુકાના માલપર ગામે વિના મૂલ્યે સુપર મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રથમવાર રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિના મૂલ્યે સુપર મેગા નિદાન કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં નિષ્ણાત ડોકટરો દ્વારા તપાસ કરી મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વિના મૂલ્યે વાહન દ્વારા રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે ઓપરેશન કરી દવા, ટીપાં, ચશ્મા વગેરે આપવામાં આવ્યાં હતા. માલપર ગામે ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલ અને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલના સહયોગથી ફ્રી નેત્ર નિદાન કેમ્પમાં 300 જેટલા દર્દીઓએ પ્રાથમિક સારવાર જ્યારે 50 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ઘોઘા તાલુકાના આજુબાજુ ગામના લોકોએ ખૂબ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે તળાજાના ધારાસભ્ય કનુ બારૈયા, કૉંગ્રેસ અગ્રણી અનિરુદ્ધસિંહ ગોહિલ, ઘોઘા મામલતદાર ગઢવી, પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયા, શહેર કૉંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશ વાઘાણી, જિલ્લા પંચાયત વિપક્ષના નેતા પ્રહલાદસિંહ ગોહિલ, પ્રદેશ માલધારી સેલના પ્રમુખ અમિત લવતુકા, લાલભા ગોહિલ, તાલુકા પંચાયતના સદશ્યઓ,સરપંચઓ સહિત આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.

Previous articleભારત વિરોધી પ્રચાર કરતી ૨૦ યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ
Next articleભાવનગરમાં ટીપર વાનમાં પથ્થરો ભરવાનું વધુ એક કૌભાંડ ઝડપાયું