ભાવનગર જિલ્લામાં આજે કોરોનાનો કેસ ન નોંધાતા રાહત

105

ભાવનગરમાં આજે એકપણ કેસ ન નોંધાતા રાહત થઈ હતી, તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે હાલ ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું છે, આજે શહેરમાં બે દર્દી કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા, જેને કારણે શહેરમાં દર્દીની સંખ્યા ઘટીને ૯ પર પોહચી છે, જ્યારે ગ્રામ્યમાં ૧ કોરોનાના કેસ એક્ટિવ રહ્યા છે, આમ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૦ એ પહોંચી છે. ભાવનગર મહા પાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૫૧૪ કેસ પૈકી હાલ ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૯ દર્દીઓનું અવસાન થયા છે.

Previous articleમહાપાલિકાના ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટની મનમાની સામે ઉઠી રહ્યા છે સવાલો
Next articleઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા. શાળાના વિદ્યાર્થી સોલંકી કરણ ગોલ્ડ-રાઠોડ જયપાલને સિલ્વર મેડલ