તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાઈ ગયેલી નેશનલ યોગ સ્પર્ધામાંપછાત વિસ્તાર કુભારવાડા,અક્ષરપાર્ક ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા. શાળા નં.૫૨ ના યોગાસન માટેની માતૃસંસ્થા ગણાતી એક માત્ર સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાં યોગ માર્ગદર્શક શિક્ષક તરીકે સેવા આપતા ભગીરથભાઈ દાણીધારિયા અને ગુજરાત રાજ્ય ના યોગ નિષ્ણાત ડો.આર.જે. જાડેજા, એન.કે.જાડેજા, રવતુભા ગોહિલ ના માર્ગદર્શનથી સબ જુનિયર ટીમ ઇવેન્ટ માં ધો.૮ નો વિદ્યાર્થીઓ સોલંકી કરણ મોહબતભાઈ ઉર્ફે મિસ્ટર યોગીએ ગોલ્ડ મેડલ અને સબ જુનિયર આર્ટીસ્ટીક પેર ઇવેન્ટ માં રાઠોડ જયપાલ રાજેશભાઈ એ સીલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. યોગાસન સ્પર્ધામાં સમગ્ર દેશ કક્ષા એ શ્રેષ્ઠ દેખાવ બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમન શિશિરભાઈ ત્રિવેદી,ડે. ચેરમન રાજદીપસિંહ જેઠવા, શાસનાધિકારી ડો. યોગેશભાઈ ભટ્ટ, શાળા ના આચાર્ય ઝુબેરભાઈ કાઝી તથા શાળા પરિવાર એ અભિનંદન પાઠવેલ છે.