નવીદિલ્હી,તા.૨૨
વર્ષ ૨૦૨૧ દરમિયાન જેવલિન થ્રોઅર એથ્લેટ નીરજ ચોપરા દેશ અને વિદેશમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા. દેશમાં એક સેલિબ્રિટી તરીકે અને દુનિયામાં એથ્લેટિક્સ પ્લેયર તરીકે તેને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો અને આ સાથે જ તેમની લોકપ્રિયતા ઝડપથી વધી હતી. માત્ર ૨૩ વર્ષની ઉંમરમાં તેણે ઘણી સિદ્ધિઓ પોતાના નામે કરી લીધી છે. નીરજ ચોપરા ઓલિમ્પિક્સ, નીરજ ચોપરા થ્રો, નીરજ ચોપરા ઓલિમ્પિક્સ ૨૦૨૧ અને નીરજ ચોપરા જેવેલીન ગૂગલ પર સર્ચ કરવામાં આવેલા ટોપ કીવર્ડ્સ હતા. લોકો નીરજના થ્રો વિશે જાણવા માંગતા હતા, જે ઓલિમ્પિકમાં ૮૭.૫૮ મીટર છે. નીરજ ચોપરા જેવલિનના નામથી પણ સર્ચ કર્યું. આ સાથે નીરજ ચોપરાનું નામ અન્ય ૨૫ કીવર્ડ સાથે સર્ચ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન મોદીએ ટિ્વટ કરીને નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગોલ્ડ મેડલ જીત્યા પહેલા નીરજના ફોલોઅર્સ ૨.૫ લાખ હતા જે પાંચ મહિનામાં વધીને ૫૨ લાખ થઈ ગયા છે. ગોલ્ડ મેડલ જીત્યાના ૨૪ કલાકમાં ૧ મિલિયન ફોલોઅર્સ હતા. હાલમાં નીરજના ટિ્વટર પર સાત લાખથી વધુ ફોલોઅર્સ છે. ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન આપવામાં આવ્યો હતો. પુણેમાં આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટનું નામ પણ નીરજના નામ પર રાખવામાં આવ્યું હતું. કૌન બનેગા કરોડપતિમાં ભાગ લીધો અને વિવિધ જાહેરાત કંપનીઓનો ચહેરો બન્યો.