તમે કેશો શું ભાવિક સવાર સવારમાં ટેન્શન ટેન્શન કરે છે. લ્યો તે કરું માંડીને વાત કરું, મારી એક રોજિંદી આદત કે સવાર પડે ને કોઈ એક મોટીવેશનલ વસ્તુ શેર કરું કે જેથી કોઈ હતાશ અથવા તકલીફમાં હોય એના કાને પડે અને કદાચ એ કોઈ ઘાતકી કામ અથવા આત્મા હત્યા કે ખરાબ કામ કરવાની ફિરાકમાં હોય અને કદાચ મારા આ સ્ટ્સ વળે એ માણસ પોતાના સ્ટેપ બદલી દે. આજનો લેખનું શીર્ષક આપ્યું એકતાજી એ લગભગ બધા ઓળખતા જ હસો, હા બસ એઝ એકતા ઈન લવ વાળા મેડમ. પ્રસ્તુત કરવામાં આવેલ વાક્યમાં ૨ અલગ અલગ પ્રકારે ટેન્સંનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે બન્ને વાત આપણા માટે જોખમી સાબિત થઈ શકે છે. વધતી જતી વસ્તી આપણા દેશમાં અનેક વિષમ પરીસ્થીતીનું સર્જન કરે છે પરંતુ જ્યાં સુધી વસ્તી વધારા પર કોઈ કાયદો અમલમાં ન આવે તો આવનારા સમયમાં ભયંકર અકસ્માત સર્જી શકે છે જેની પીડા લોકોને અધુમુવા જેવી કરી શકે છે જેનું ઉદાહરણ છે પ્લુતીનીયમ બોમ્બ જેને વિસ્ફોટ કરી દેવામાં આવે અને જો તમે બાથરૂમમાં હોવ તો તમારા ટોયલેટ પેપરને એક આંચ પણ નહિ આવે અને તમે ધીમે ધીમે રુંધતા શ્વાસે મૃત્યુ પામશે. ફરી એક વાર મારા શીર્ષકને અલગ અંદજમાં મૂકું છું અટેન્શન ઓન અ (ટેન્શન) એટલે કે તમને જે વાતનું ટેન્શન છે તેનાથી ગભરાવાની કે ભાગવાની જરૂર નથી, કુદરત અને ઈશ્વર દરેક સમસ્યા સાથે તેનું સૂચન અથવા તેનો જવાબ મોકલે જ છે અને ઈશ્વર એક એવા ડિરેક્ટર છે કે જે સૌથી અઘરો રોલ એટલે કે કઠિન પરિસ્થિતિનો સામનો ખમીરવંતા માણસ પાસે જ કરાવે છે. તમે એમ માનતા હશો કે મારા જેટલું દુઃખ કોઈને નથી, બસ ખાલી એક વાર કોઈ પણ સરકારી કે સિવિલ હોસ્પિટલમાં આટો મારી આવજો તમે દુઃખ શું છે ને તેનો જીવતો અનુભવ કરશો સાવ દેશી ભાષામાં કહીએ તો “છક્કા છૂટી જશે” સ્વામી કહે છે એમ ૭૦-૮૦ વરસના જીવનમાં ૨૪ વર્ષ ઊંઘમાં ૨ વર્ષ ૩ ટાઇમ જમવામાં, ૧૮-૨૨ વર્ષ નોકરીના, ૬ વર્ષ હરવા ફરવાના અને વિવિધ પ્રસંગના, અંદાજિત રોજ ૩૦ મિનિટ પ્રભુ ભક્તિના ગણીએ તો ૨ વર્ષ એના એટલે લગભગ લગભગ ૧૦ વર્ષ જેવી જિંદગી બચે છે તો બાપા જોવો ને મોજ થી જે થવુ હોય એ થાય, લોકો શું બોલે કે શું કહેશે એના કરતા તમારા મનનો મોરલો રાખો અને કે પણ સારી વસ્તુ કરવાની તમને ઈચ્છા થાય તે કરો, આજથી ફૂલને પાણી આપવાની સાથે તમારા તન અને મનને બન્નેને પ્રફુલ્લિત રાખો કારણ આપણે ભલે સુશાંત સિંહ કે પરવીન બાર્બી જેવી આલીશાન જિંદગી નથી જીવવી પણ હતાશ સાથે કોઈ ખોટું પગલું ભરીને પરિવાર કે પોતાની જાતને દુઃખી નથી કરવું. અંતે પાઘડીના વાળ છેડે રૂપી એક ટચૂકડું સંદેશ – બહુ જીવ્યા લોકો માટે ચાલો આજથી જીવીએ આપણા માટે, શું કેસે લોકો એની ના કર ફિકર તારામાં છે બધી મુશ્કિલ સામે લડવાની જીગર, ભાવ કહે છે ભાવથી આપને ચલ મનભરીને જીવી લઈએ આજને.
– ભાવિક બી. જાટકિયા સુરત ૮૪૬૦૮૮૫૯૫૪