દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૧૭ નવા કેસ નોંધાયા

94

છેલ્લા ૨૪ કલાકમાં ૩૧૮ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો
નવી દિલ્હી, તા.૨૨
ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૨૫માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૧૭ નવા કેસ નોંધાયા છે અને ૩૧૮ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૬૯૦૬ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૫૭૫ દિવસના નીચલા સ્તર ૭૮,૧૯૦ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૩૨૦૨ કેસ નોંધાયા છે અને ૨૩૩ સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલે ૫૩૨૬ નવા કેસ અને ૪૫૩ સંક્રમિતોના મોત થયા હતા. ૨૦ ડિસેમ્બરે ૬૫૬૩ નવા કેસ અને ૧૩૨ સંક્રમિતોના મોત થયા હતા. ૧૯ ડિસેમ્બરે ૭૦૮૧ નવા કેસ અને ૨૬૪ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૮ ડિસેમ્બરે ૭૧૪૫ નવા કેસ સામે આવ્યા હબતહતા અને ૨૮૯ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૧૭ ડિસેમ્બરે ૭૪૪૭ નવા કોરોના કેસ નોંધાયા હતા અને ૩૯૧ સંક્રમિતોના મોત થયા હતા. ૧૬ ડિસેમ્બરે ૭૯૭૪ નવા કેસ અને ૩૪૩ સંક્રમિતોના મોત થયા હતા. ૧૫ ડિસેમ્બરે ૬૯૮૪ નવા કોરોના કેસ નોંધાયા હતા અને ૨૪૭ લોકોના મોત થયા હતા. ૧૪ ડિસેમ્બરે ૫૭૮૪ નવા કેસ અને ૨૫૨ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૧૩ ડિસેમ્બરે ૭૩૫૦ નવા કેસ અને ૨૦૨ લોકોના મોત થયા હતા. ૧૨ ડિસેમ્બરે ૭૭૭૪ નવા કેસ નોંધાયા હતા અને ૩૦૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં ૧૩૮, ૯૫,૯૦,૬૭૦ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૫૭,૦૫,૦૩૯ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસચના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૧૨,૨૯,૫૧૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં ઓમિક્રોનના કુલ કેસ ૨૧૩ પર પહોંચ્યા છે. દેશમાં સૌથી વધુ કેસ દિલ્હીમાં છે. અહીં ૫૭ કેસ છે. જે બાદ મહારાષ્ટ્રમાં ૫૪, તેલંગાણામાં ૨૪, કર્ણાટકરમાં ૧૯, રાજસ્થાનમાં ૧૮, કેરળમાં ૧૫, ગુજરાતમાં ૧૪, જમ્મુ-કાશ્મીરમાં ૩, ઓડિશા-ઉત્તરપ્રદેશમાં ૨-૨ તથા આંધ્રપ્રદેશ, ચંદીગઢ, લદ્દાખ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ૧-૧ કેસ છે.

Previous articleદેશમાં કોરોનાની ત્રીજી લહેર રોકવી મુશ્કેલ, ડરવાની જરૂર નથી
Next articleઅમેરિકા અને યુરોપમાં ડેલ્મીક્રોમનો વધતો કહેર