516 બાળકોને એજ્યુકેશન કીટ અને સ્વેટરનું વિતરણ કરાયું
ભાવનગર ની અર્હમ યુવા-સેવા ગૃપ દ્વારા પૂ.નમ્રમૂનિ મહારાજ સાહેબની પ્રેરણા થકી દાતા સ્વા.હંસાબેન પ્રમોદભાઈ લોટિયાની પ્રથમ માસ પુણ્યતિથિ નિમિત્તે નિર્મિત પ્રતિતિ મૈત્રી અને મિત એ આર્થિક અનુદાન આપતા આ અનુદાન થકી અર્હમ યુવા-સેવા ગૃપના સભ્યોએ ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશન કિટ આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. અર્હમ યુવા-સેવા ગૃપ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ ઘોઘા તાલુકાના ગુંદી ગામ સ્થિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં 262 તથા તણસા ગામે આવેલી પ્રાથમિક શાળા ના 254 મળી કુલ 516 બાળકોને એજ્યુકેશન કિટ સાથે ગરમ સ્વેટરનુ વિતરણ કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વિટીબેન ભાયાણી અમીબેન સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ એજ્યુકેશન કિટ વિતરણમાં સમીરભાઈ, વિવેકભાઈ, મીનાલ, રીંકૂદીદી તથા સ્વીટીદીદી સહિતના અર્હમ યુવા-સેવા ગૃપ સભ્યોએ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા.