2જી નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ચૅમ્પિયનશીપમાં જાનવી પ્રતિભા મહેતાએ બે મેડલો જીતી ભાવનગરનું ગૌરવ વધાર્યું

114

જાનવી મહેતાએ યોગ સ્પર્ધામાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા 26 રાજ્યોનાં 800 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો
તાજેતરમાં અમદાવાદ ખાતે 17 થી 18 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી નેશનલ યોગાસન સ્પર્ધામાં ભારત માંથી કુલ 26 રાજ્યો ના 800 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો જેમાં ગુજરાત રાજ્ય ના કેબિનેટ મિનિસ્ટર જગદીશ પંચાલ દ્વારા આ સ્પર્ધા નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.તેમજ નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેસન ના અધ્યક્ષ મહેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સ્પર્ધા યોજાઈ હતી. સરકાર ના આદેશ મુજબ કોવિડ 19 ને ધ્યાને લઈને ક્વાટર ફાઇનલ સુધી ઓનલાઇન કરી ફાઇનલિસ્ટ 250 જેટલા ખેલાડી વચ્ચે ઓફલાઇન સ્પર્ધા લકુલીશ યોગ યુનિવર્સિટી ના આંગણે યોજાઈ હતી. જેમાં આપણાં ભાવેનાનું ગૌરવ જાનવી પ્રતિમા મહેતાએ બે ઈવેન્ટમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતી ભાવનગર જ નહિ પણ ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું, સાથે સાથે 26 રાજ્યોમાં ઓલઓવર ચૅમ્પિયનશીપમાં ગુજરાત પ્રથમ સ્થાને રહી ચૅમ્પિયન બન્યું આ સિદ્ધિ બદલ ગુરુ આર. જે. જાડેજા, ફેડરેશનના મુખ્ય પદાધિકારી સંતોષભાઈ કામદાર, ડો.હર્ષદભાઈ સોલંકી, ડો.ભાનુભાઇ પંડયા, એન કે.જાડેજા તેમજ રેતુભા ગોહિલએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Previous articleભાવનગરના અર્હમ યુવા-સેવા ગ્રુપ દ્વારા એજ્યુકેશન કિટનું વિતરણ કરવામાં આવ્યું
Next articleભાવનગર આપ દ્વારા પેપર લીક મામલે ધરણાં યોજતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી